હલાલ ફૂડ ખાનારાઓ માટે હવે મોબાઈલ એપ

હલાલ ફૂડ ખાનારાઓ માટે હવે મોબાઈલ એપ

આજકાલ દુનિયાભરમાં ઈસ્લામિક ધર્મના પ્રવાસીઓમાં હલાલ ફૂડની ખૂબ બોલબાલા છે. આ ચર્ચાને ધ્યાનમાં રાખતા સિંગાપુર સ્થિત એક કંપનીએ આ મુસલમાન ખોરાક ખાનારાઓ તથા પ્રવાસીઓ માટે એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપના માધ્યમથી હવે તેઓ દુનિયાભરમાં હલાલ ફૂડ પિરસતી રેસ્ટોરાં સંબંધી પોતાનો અનુભવ શેર કરી શકે છે.

એપલ આઈઓએસ તથા એન્ડ્રોઈડ ડિવાઈસ પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાતી ‘હલાલટ્રિપ’ નામની આ એપની મદદથી યુઝર્સ હલાલ ફૂડના ફોટા અપલોડ કરી શકે છે, પોતાનો અભિપ્રાય લખી શકે છે અને એ બધું સોશિયલ મિડિયા પર લોકો સાથે શેર કરી શકે છે. આ ફોટાઓ પર ક્લિક કરવાથી યુઝરને તે ડિશ વિશેની માહિતી તો મળી જ જાય છે, પરંતુ સાથે એ ડિશ પીરસતી રેસ્ટોરાંનું નામ-સરનામું પણ મળી જાય છે.

ઈંગ્લિશ અને અરેબિક ઈન્ટરફેસ ધરાવતી આ મોબાઈલ એપ પ્રવાસી હાલ કયા સ્થાને છે તે જાણી નજીકમાં હલાલ ફૂડ પીરસતી રેસ્ટોરાંની વાનગીઓના ફોટા પણ પ્રોવાઈડ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હલાલ શબ્દ એવા ખોરાક, ઉત્પાદનો તથા સર્વિસીસ માટે વપરાય છે, જે ઈસ્લામ ધર્મના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યા હોય.

મુખ્યત્વે મુસલમાનોની જરૂરિયાતોને પૂરી કરતા બિઝનેસ ગ્રુપ ક્રિસન્ટરેટિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલી હલાલટ્રિપ નામની આ એપના ચિફ એક્સેક્યુટિવ ફઝલ બહારદીનનું કહે છે કે, ‘‘મુસલમાન પ્રવાસીઓ માટે હલાલ ફૂડ એક મોટું આકર્ષણ છે. ક્યાંય પણ જતી વખતે તેમની સૌથી મોટી ચિંતા હલાલ ફૂડ અંગેની જ હોય છે. અમે માત્ર સોશિયલ મિડિયાના માધ્યમથી મનોરંજક રીતે તેમની આ ચિંતાનો સરળ ઉકેલ શોધી આપ્યો છે.’’

ફઝલનો દાવો છે કે વર્ષ 2013માં મુસલમાન પ્રવાસીઓની જે માર્કેટ 1 લાખ 40 હજાર કરોડ અમેરિકન ડોલર હતી તે વધીને 2020 સુધીમાં વર્ષે 1 લાખ 92 હજાર કરોડ ડોલરની થઈ જવાની છે.

Comments

comments


3,559 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 7 =