હદ થઈ ગઈ! કાર પણ ‘કોપી’ કરવા લાગ્યા ચીના

હદ થઈ ગઈ! કાર પણ ‘કોપી’ કરવા લાગ્યા ચીનામોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને પાર્ટ્સની અદ્દલ નકલ બાદ ચીનની કંપનીઓ હવે વિશ્વની બ્રાન્ડેડ ગાડીઓને પણ કોપી કરવાનું શરૂ કર્યું છે. આ પૂર્વેથી વિશ્વના અનેક બજારોને નકલી સ્પેરપાર્ટ્સ અને પ્રોડક્ટ દ્વારા ધીમી ગતિએ પગ પેસારો કરી રહેલી ચીનની કંપની અનેક દેશના અર્થતંત્ર માટે પડકાર સમાન બની રહી છે.

ચીનની કાર કંપનીઓએ હવે અદ્દલ નકલ કરીને ફોર્ડની F-150, કેડિલ્લિઆક SRX અને ફોક્સવેગનની કોપીકેટ કાર બજારમાં મૂકવાનું શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કાર મૂળ કારની અદ્દલ નકલ હોવા છતાં મૂળ કાર કરતા તેની કિંમત ત્રીજા ભાગની છે. આથી વધુ શરમજનક વાત એ છે કે આવું કરનારી કાર કંપનીઓ ચીનની જાણીતી કંપનીઓ છે.

હાલમાં જ ચીનમાં લોન્ચ થયેલી LandWind X7 એ અદ્દલ રેન્જ રોવર ઇવોક્યૂની નકલ છે. ઇવોક્યૂની કોપી ટુ કોપી એવી એસયુવી કારને ગુઆન્ઝાઉ મોટર્સ શૉ દરમિયાન શાનથી રજૂ કરવામાં આવી હતી.

હદ થઈ ગઈ! કાર પણ ‘કોપી’ કરવા લાગ્યા ચીનામૂળ રેન્જ રોવર ઈવોક્યૂની કિંમત અંદાજે ૬૨૦૦૦ ડોલર છે, જ્યારે ચીનની લેન્ડવિન્ડ X7 તેનાથી અડધી કિંમતે એટલે કે માત્ર ૨૨૦૦૦ ડોલરમાં બજારમાં ઉપલબ્ધ બની છે. ચીનની જાણીતી ઓટોમેકર કંપની જિઆંગલિંગ મોટર્સ અને ચાનગાન ઓટોએ સાથે મળીને આ કાર વિકસાવી છે.

કારના લોન્ચિંગ બાદ વૈશ્વિક ક્ષેત્રે કોપીરાઈટના ભંગ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.

ટાટા મોટર્સની માલિકીની લેન્ડ રોવર આગામી સમયમાં લેન્ડવિન્ડ દ્વારા કોપી રાઇટના ભંગની ફરિયાદ કરવા અંગે આયોજન કરી રહી છે.

Comments

comments


4,096 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 9