મેગી સિવાય આ બધી BRANDS પર પણ છે આક્ષેપ

હાલમાં જ દરેક ઘર સુધી પહોંચવામાં સફળ રહેલ મેગી નુડલ્સને પસંદ કરનારાઓને ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશના ખાધ્ય સુરક્ષા પ્રાધિકરણે મેગીના 12 જુદા જુદા સેંપલ લઇને કેન્દ્ર સરકારની કોલકાતા સ્થિત લેબમાં તપાસ કરાવી હતી. અહેવાલમાં મેગીના આ પેકેટોમાં સીસાની માત્રા 17.2 પાર્ટ્સ પ્રતિ મિલિયન (પીપીએમ) મળી આવી છે, આ નક્કી મર્યાદા કરતાં લગભગ સાત ગણી છે. ત્યાર બાદ ખાદ્ય સુરક્ષા અને FSSAIએ દેશભરમાં મેગીની સેમ્પલના તપાસના આદેશ આપ્યા છે. આ પ્રકરણથી મેગીનું ઉત્પાદન કરતી કંપની નેસ્લેની બ્રાન્ડને મોટો ફટકો પડ્યો છે. જોકે, આ પ્રથમ વખત નથી બન્યું જ્યારે કોઈ ફાસ્ટ ફુડ પ્રોડક્ટ પર આવા ગંભીર આરોપ લાગ્યા હોય. કોકા કોલા, પેપ્સી, કેડબરી, મેકડોનાલ્ડ, સબવે અને કેએફસી જેવા ચર્ચિત પ્રોડક્ટસ પણ તપાસના વિવાદોમાં આવી ગઈ છે.

1. કેએફસી

!, MAGGI still eat fast food such allegations are also on the top BRANDS

પાછલા વર્ષે ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણે કેએફસીના રિજો રાઇસના સેંપલની તપાસ કરતાં સ્વાસ્થનિ દૃષ્ટિએ તે સુરક્ષિત જણાયા હતા. પ્રાધિકરણે કહ્યું હતું કે, તેમાં આર્ટિફિશ્યલ કલરનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. જોકે, મૈસૂરના સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ પ્રોડક્ટ્સને બાદમાં ક્લીયરન્સ આપ્યું હતું. તે સમયે ચર્ચા હતી કે ભારતમાં કેએફસીના તમામ આઉટલેટ્સ બંધ કરવામાં આવશે, પરંતુ એવું થયું ન હતું.

2. કોકા કોલા અને પેપ્સી

!, MAGGI still eat fast food such allegations are also on the top BRANDS

ભારતમાં ઠંડાપીણામાં રસાયણ હોવાના આક્ષેપોની તપાસ કરી રહેલ 5 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિએ પોતાના અહેવાલ સંસદમાં રાખ્યો હતો. અહેવાલમાં એક બિનસરકારી પર્યાવરણવાદી સંગઠન સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરોમેન્ટ (સીએસઈ) એ આ પરિણામને યોગ્ય ગણાવ્યા હતા કે કોકા કોલા અને પેપ્સીના ઠંડાપીણામાં ખતરનાક રસાયણ ભળેલા હોય છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, જો આ કીટનાશકોનું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો કેન્સર, રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવી, પ્રજનન સંબંધી બીમારીઓ અને મગજને પણ નુકસાન હોવાનું જોખમ રહે છે પરંતુ કોકા કોલા અને પેપ્સી બન્ને દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદન બિલકુલ સુરક્ષિત છે.

3. મેકડોનાલ્ડ

!, MAGGI still eat fast food such allegations are also on the top BRANDS

કંપનીએ હાલમાં જ એન્ટિબાયોટિક્સની સાથે ઇન્જેક્ટ કરેલ માંસને બજારમાંથી પરત ખેંચ્યું હતું. જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું. વર્ષ 2003માં પણ કંપની આ રીતે માંસનો ઉપયોગ કરતી હતી. એન્ટિબાયોટિક્સ માંસ ખૂબ જ જોખમી છે.

4. સબવે

!, MAGGI still eat fast food such allegations are also on the top BRANDS

વર્ષ 2014માં એક બ્લોગરે લખ્યું હતું કે, સબવે સેંડવિચમાં યોગા મેટ નામનું કેમિકલ છે. તેના મસાલામાં એજોડી કાર્બોનાઇડ (એડીએ) ચે જેનો ઉપયોગ પ્લાસ્ટિકને સળગાવવા અને યોગા મેટ્સ બનાવવા માટે થાય છે. ત્યાર બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી નિવેદન આવ્યું કે, આ કેમિકલ ઘણું જોખમી છે, પરંતુ તેનો ઉપયોગ બ્રેડ બનાવવામાં કરવામાં આવે છે અને તેને એફડીએ તરફથી મંજૂરી પણ મળેલી છે. ત્યારથી સબવેએ કહ્યું કે, અમે અમારી સેન્ડવિચમાંથી એડીએ ધીમે ધીમે ઘટાડ્યું છે.

5. કેડબરી

!, MAGGI still eat fast food such allegations are also on the top BRANDS

થોડા સમય પહેલા ડેરી મિલ્ક ચોકલેટના એક પેકેટમાં જીવજંતુ મળી આવ્યા હતા. પ્રયોગશાળામાં તપાસ બાદ તેની પુષ્ટિ કરવામાં આવી હતી. આ ચોકલેટમાં કીડા પહેલા પુનામાં પછી મુંબઇ અને બે દિવસ પહેલા નાગપુરમાં પણ મળી આવ્યા છે. જોકે, કેડબરી ઇન્ડિયાએ આ પ્રકરણ સ્પષ્ટ શબ્દોમાં નકારતાં કહ્યું હતું કે ગોટાળો વેચાણકર્તા દ્વારા કરવામાં આવ્યો છે ન કે કંપનીના કારખાનામાં.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,438 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>