અલગ અલગ રંગોની નેલ પોલીશ ખરીદીને નેલ આર્ટ કરવું એ લગભગ બધી જ છોકરીઓ ના સપના હોય છે. સ્ટાઈલીશ ના મામલે આજે માર્કેટમાં ખુબ જ અલગ અલગ વેરિયેશનમા આ ઉપલબ્ધ હોય છે. હાથની ખુબસુરતી વધારવાનું કામ જ નેલ પોલીશ કરે છે. આજે તમે આના વિષે કઈક નવું જ જાણશો.
* ફ્રાંસ ‘ફ્રેંચ મેનીક્યોર’ નું જન્મસ્થાન છે. આને પ્રાચીન સમયમાં પણ અહી ઉપયોગ કરવામાં આવતો હતો. અહી ફક્ત શાહી પરિવારની મહિલા જ લગાવી શકતી. ગરીબ લોકોને લગાવવાની અનુમતિ નહોતી.
* કોઈપણ નેલપોલિશ નું આયુષ્ય ૧ વર્ષનું હોય છે. જોકે, અફસોસ ની વાત એ છે કે ૧૨ મહિના સુધી તમે આ બોટલને ખતમ ન કરી શકો.
* રોજ નેલપોલિશ ન કરવી. ક્યારેક નખ ને રંગ વગર જ રાખવા. નેલપોલીશ કરવાથી નખને ઓક્સીજન નથી મળતો, જેથી તે પીળા પડી જાય છે અને તૂટી જાય છે.
* દુનિયાની સૌથી મોંધામાં મોંધી નેલપોલીશ $250,000 છે. જો આને ભારતીય મુદ્રામાં ફેરવવામાં આવે તો ૧ કરોડ ૬૭ લાખ રૂપિયા થાય. જેનું નામ એજચર (Azature) છે. આ નેલપોલીશ ની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં ૨૬૭ કેરેટના બ્લેક ડાયમંડ છે. આને અત્યાર સુધી પહેલા નંબરની સૌથી મોંધી નેલપોલીશ માનવામાં આવે છે. મોટાભાગે આને હોલીવુડ સેલિબ્રીટીઝ વાપરે છે.
* જે નેલપોલિશ નો રંગ આપણે પસંદ કરીએ છીએ તે વર્તમાન ની આપણી માનસિક સ્થિતિ વિષે જણાવે છે. જેમકે જો તમે શીત રંગ પસંદ કરો તો તમારો સ્વભાવ શાંત છે વગેરે….