સામગ્રી
* ૩ કપ દૂધ,
* ૨ ટેબલ સ્પૂન મિલ્ક,
* ૨ ટી સ્પૂન કોર્નફલોર
* ૧/૨ કપ ખાંડ
* ૧ ટી સ્પૂન એલચી પાવડર
* ૧/૨ કપ સ્ટ્રોબેરીનું પ્યોરે
* ૧/૨ કપ કાપેલી સ્ટ્રોબેરી
રીત
એક પેનમાં દૂધ નાખી ફાસ્ટ ગેસ રાખીને આમાં એક ઉભરો આવવા દેવો. હવે આને એક થી બે વાર વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તળિયે ચોટી ન જાય. દૂધને ધીમા ગેસે પાંચ મિનીટ સુધી ઉકાળવું. હવે મિલ્કમાં ૨ ટેબલ સ્પૂન કોર્નફલોર નાખવો અને આને સારી રીતે મિક્સ કરી લેવું. ઉકાળેલા દૂધમાં કોર્નફલોર મિલ્કનું મિશ્રણ અને ખાંડ નાખીને બરાબર હલાવી લેવું.
દૂધમાં ઉપરોક્ત મિશ્રણ નાખ્યા બાદ ફરીવાર ચાર થી પાંચ મિનીટ સુધી દૂધને ઉકળવા દેવું. જ્યાં સુધી દુધ ધટ્ટ ન થાય ત્યાં સુધી ઉકળવા દેવું. ત્યારબાદ આ દૂધમાં એલચી પાવડર નાખીને હલાવી લેવું. ગેસ બંધ કરીને હવે આમાં સ્ટ્રોબેરીનું પ્યોરે અને કાપેલી સ્ટ્રોબેરી નાખવી. તો તૈયાર છે સ્ટ્રોબેરી ખીર.