ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે. આને પુરા ભારતમાં મનાવવામાં આવે છે. જોકે, સૌથી વધુ તો આપણા ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ હિંદુ ઘર્મનો મુખ્ય ફેસ્ટીવલ છે.
આ દરવર્ષે ૧૪ મી જાન્યુઆરી એ આવે છે. આ દિવસે સૂર્યની ઘનુ રાશી મકર રાશિમાં પ્રવેશે છે એટલે આને ‘મકરસંક્રાંતિ’ કહેવામાં આવે છે. પોષ મહિનામાં જયારે સૂર્ય મકર રાશી માં આવે છે ત્યારે આ તહેવાર મનાવવામાં આવે છે. તેથી આ દિવસે સૂર્ય પૂજા પણ કરવામાં આવે છે.
જેવી રીતે આપણા ગુજરાતમાં ‘ઉત્તરાયણ’ કહેવાય છે તેવી જ રીતે કર્ણાટક, કેરલ તથા આંધ્રપ્રદેશમાં આને ફક્ત ‘સંક્રાતિ’ જ કહેવાય છે. બધા રાજ્યોમાં આને અલગ અલગ રીતિ-રીવાજો થી ધૂમધામ થી ઉજવવામાં આવે છે.
આ પાવન તહેવારમાં પતંગ નું વિશેષ મહત્વ હોય છે. પતંગ વગર આ તહેવાર ને અધુરો માનવામાં આવે છે. આખા આકાશમાં જ્યાં જુઓ ત્યાં પતંગ ને પતંગ જ છવાયેલ રહે છે. આ ફેસ્ટીવલ માં આખો દિવસ આકાશ પતંગોથી ભરેલ રહીને જયારે રાત પડે છે ત્યાં પણ આને ખાલી નથી રાખવામાં આવતો. રાત્રે આકાશમાં ‘લૅન્ટર્ન’ (ફાનસ) થી રોશની ફેલાવી નયનરમ્ય બનાવવામાં આવે છે.
ઉત્તરાયણ ના દિવસે લોકો અગાશી માં જઈ ‘લપેટ…. ‘લપેટ’ ના અવાજ સાથે પતંગ ચગાવે છે. મકર સંક્રાતિના દિવસે સ્નાન, પૂજા અને ધર્માદાનું ખાસ મહત્વ હોય છે. એટલેકે જાપ, દાન અને અનુષ્ઠાનનું વધારે મહત્વ છે. આ દિવસે ગોળ અને તલ નું સેવન કરવું યોગ્ય ગણવામાં આવે છે.
ઉત્તરાયણ ના ફેસ્ટીવલમાં ખાનપાન તરીકે આપણે ત્યાં ઊંધિયું-પૂરી અને સ્વીટ તરીકે તલના લાડુ, તલ-ગોળની ચીક્કી સાથે મમરાના લાડવા ખાવાનો પણ ખુબ વધારે ક્રેઝ છે. ઉત્તરાયણમાં ઇલાહાબાદ (પ્રયાગ) ના સંગમ સ્થળ પર મેળો યોજાય છે. ઉપરાંત અનેક તીર્થસ્થાનોમાં પણ મેળાઓ યોજાય છે.
કહેવામાં આવે છે કે યશોદાજી એ જયારે કૃષ્ણ ના જન્મ માટે વ્રત રાખ્યું હતું ત્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ કાળમાં પદાર્પણ (નવોદિત) કરી રહ્યા હતા અને તે દિવસે મકર સંક્રાતિ હતી. તેથી કહેવાય છે કે ત્યારથી જ મકરસંક્રાતિ પ્રચલિત થઇ.
તો આવો! આ ઉત્તરાયણે ઊંચી ઉડાનના સપનાઓ સાથે આપણે સૌ પતંગમાંથી પ્રેરણા લઈ ઉત્સાહપૂર્વક મકરસંક્રાંતિ મનાવીએ… હેપ્પી ઉત્તરાયણ…