સામગ્રી
* ૩ કપ ખાંડ,
* ૧૧/૨ કપ પાણી,
* ચપટી કેસરના રેસા,
* ૨ કપ છીણેલ ગુલાબ જાંબુનો માવો,
* ૧/૪ કપ મેંદો
* ૩ કપ મિલ્ક પાવડર,
* ૩ કપ અરોરૂટ પાવડર,
* ૨ ટીસ્પૂન છીણેલ નારિયેળ.
રીત
એક તવામાં ખાંડ અને પાણી નાખીને ઘીમાં ગેસે 11 મિનીટ સુધી હલાવતા રહેવું. જેથી બરાબર ચાસણી આવે. પછી ગેસ બંધ કરીને ચપટી કેસરના રેસા નાખી મિક્સ કરવું.
હવે બ્લેક જાંબુ બનાવવા માટે એક બાઉલમાં છીણેલ ગુલાબ જાંબુનો માવો, મેંદો, મિલ્ક પાવડર અને અરોરૂટ (શક્કરીયાનો) પાવડર નાખીને મિક્સ કરી સોફ્ટ લોટ બાંધવો. પછી આનો રોલ કરીને નાના નાના જાંબુના બોલ્સ બનાવવા.
ત્યારબાદ ઘી ને ગરમ કરવું અને આ બોલ્સને તળતા તે બ્લેક થઇ જશે. હવે તૈયાર કરેલ ચાસણીમાં એક કલાક સુધી ડુબાડી રાખવા અને બાદમાં ઉપરથી છીણેલ નારિયેળ નાખીને ગાર્નીશ કરવું. હવે સર્વ કરો.