કાકડી શાકભાજી નો એક એવો પદાર્થ છે જેની ખેતી ભારતની દરેક જગ્યાએ થાય છે. મોટાભાગે લોકો આનો ઉપયોગ સલાડ બનાવવામાં કરે છે. ઉનાળામાં આનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે.
* આ સ્વાસ્થ્ય ની સાથે સૌન્દર્ય વધારવા માટે પણ ઉપયોગી છે. બ્યુટી પાર્લરમાં મોટાભાગે આને રાખવામાં આવે છે. આની ગોળ સ્લાઈસ કરીને આંખો પર રાખવાથી આંખોને થકાન દુર થાય છે અને આંખની આજુબાજુ થયેલ કાળા કુંડાળાઓ દુર થાય છે. ઉપરાંત આંખોમાં થતી બળતરા પણ દુર થાય છે.
* આ પાણીની તરસ છીપાવતો પદાર્થ છે. કારણકે આમાં ૯૫ ટકા પાણી હોય છે. કાકડી ખાધ્યા બાદ શરીરમાં પાણીની કમી પૂરી થાય છે.
* આમાં ઉચ્ચ માત્રામાં પાણી, વિટામિન કે, સી અને બી ઉપરાંત સોડિયમ, કોપર, એમિનો એસિડ, કાર્બોહાઇડ્રેટ, શુગર, દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ, ફેટી એસિડ્સ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સિલિકા જેવા તત્વો મળી આવે છે.
* આનો રસ પીવાથી મોટાપો દુર થાય છે.
* કાકડીમાં કેલરી ઓછી અને ફાઈબર ઉચ્ચ માત્રામાં હોય છે. આમાં કોલેસ્ટ્રોલ બિલકુલ પણ નથી હોતું. જે લોકોને હાર્ટ ડીસીઝ ની બીમારી હોય તેમને રોજ આનું સેવન કરવું.
* આનું સેવન કરવાથી કબજીયાત, એસીડીટી અને છાતીમાં થતી બળતરા જેવી સમસ્યા દુર થાય છે. આ પાચનશક્તિને સુધારે છે.
* કાકડીના બીજ બહુ ફાયદાકારક હોય છે. આ મગજની ગરમીને દુર કરવા સહાયક છે. આના સેવનથી ચીડચીડાપન જેવા માનસિક વિકારો દુર થાય છે. મગજની ગરમી દુર કરી તેમાં ઠંડાઈ કરવાનું કામ કાકડીના બીજ કરે છે.
* આજકાલ બીઝી લાઈફસ્ટાઈલ ના કારણે સ્ટ્રેસ, તનાવ લોકોમાં જોવા મળે છે, જેનાથી લોકોને ખુબ તકલીફ નો સામનો કરવો પડે છે. કાકડી માં જે વિટામીન ‘બી’ હોય છે તે અધિવુક્ક ગ્રંથી ને નિયંત્રિત કરી તણાવ ને કારણે થતી ક્ષતિ ને ઘટાડવા મદદરૂપ થાય છે.
આજના યંગસ્ટર્સ મોટાભાગે કોમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાં વ્યસ્ત રહે છે, જેણે કારણે આંખો નબળી પડી જાય છે. આના કારણે આંખમાં * દુઃખાવો થવા લાગે તેણે દુર કરવા માટે તમારે આંખો પર કાકડીની સ્લાઈસ કરીને મુકવી. આમ કરવાથી આંખમાં ઠંડક મળશે અને સાથે જ આંખને આરામ પણ મળશે.
* કાકડીમાં રહેલ સીલીશિયા તત્વ નખ અને વાળને ચમકાવે છે અને મજબુત કરે છે. સલ્ફર અને સીલીશિયા ના કારણે વાળ જલ્દીથી ઉગે છે.