સ્વસ્થ રહેવું છે તો ખાઓ રોજ ખજુર, આ છે તેના ફાયદાઓ

Health-Benefits-Of-Dates

ખજુરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ડ્રાય ફ્રુટ્સ તરીકે ઓળખાતી ખજુર ખાવાથી સ્વાસ્થ્ય સાથે ઘણા બધા ફાયદા જોડાયેલ છે. ખજુર ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. આમાં આયર્ન અને પુષ્કળ માત્રામાં ફ્લોરીન હોય છે. આના સિવાય ખજુરમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જાણો તેના ગુણકારી ફાયદાઓ…

* નિયમિત રૂપે આનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારના રોગો મટશે. આ કોલેસ્ટરોલ ઘટાડવામાં સહાયક છે. આમાં ફેટનું સ્તર પણ ખુબ ઓછુ હોય છે.

* દરરોજ 100 ગ્રામ ખજુરનું સેવન કરવાથી 283 કેલરી ઉર્જા મળે છે. શિયાળામાં ઉકાળેલા દૂધમાં ખજુર નાખીને ખાવાથી યોન શક્તિ વધે છે.

178510816

* ખજુરમાં પ્રોટીનની સાથે સાથે ડાયેટરી ફાઇબર અને વિટામિન્સ B1,B2,B3,B5,A1 અને વિટામીન ‘સી’ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

* આંખોના રોગો દૂર કરવા માટે આ અસરકારક છે કારણકે આને ખાવાથી રક્તમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. દરરોજ ખજુર ખાવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકાય છે.

* જો તમારે પાચન શક્તિ વધારવી હોય તો આનું સેવન કરવું. ઉપરાંત વેસ્ક્યુલર પીડાથી પીડાતા લોકોને ખજુર ખાવાથી આરામ મળે છે.

* ખજુરના સેવનથી અસ્થમા પીડિત લોકોને ફેફસાંમાંથી લાળ કાઢવામાં સહાયરૂપ થાય છે.

* જો તમે અન્ડરવેટ છો તો ખજુર તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આમાં શુગર, વિટામિન્સ અને આવશ્યક પ્રોટીન હોય છે જે વજન વધારવા માટે મદદરૂપ છે. જો તમે ખુબ દુબળા-પાતળા હોવ તો દિવસમાં દરરોજ ૪ થી ૫ ખજૂર ખાવાનું રાખો.

Weight-Gain1

* જે લોકોને અપચો અથવા કબજિયાતની સમસ્યાઓ હોય તેમને ડોક્ટર ખજુર ખાવાની સલાહ આપે છે. આમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જેમાંથી પાચન શક્તિ સારી બને છે. દરરોજ ચાર ખજુરને રાત્રે પાણીમાં પલાળી રાખવી અને સવાર થતા આનું સેવન કરવું. તમને થોડા જ સમયમાં ફાયદો નજર આવશે.

* ખજુર શરીરમાં સારા બેક્ટેરિયા વધારે છે અને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. આમાં કેલરીઝ ખૂબ જ ઓછી અને ઊર્જાનું સ્તર ખૂબ જ ઊંચુ હોય છે.

* ખજુરમાં ફાયબરની માત્રા ખુબ વધારે હોય છે. વારંવાર લાગતી ભૂખને શાંત કરવા તમે આને ખાઈ શકો છો આનાથી તમારી ખાવાનું ભૂખ શાંત થશે. તમને ખજુર ખાવાથી તાકાત પણ મળશે.

* જે બાળકોને વારંવાર પેશાબ કરવાની ટેવ હોય તેમણે ખજુર ખવડાવવી. આનાથી ખુબ જલ્દી ફાયદો થશે.

* ખજુર ત્વચા માટે ખુબ જ બેનિફિશિયલ છે. રોજ ૪ થી ૫ ખજુર ખાવાથી ત્વચા ગોરી બનશે. માત્ર આટલું જ નહિ આના સેવનથી ત્વચા પર થતી કરચલીઓ પણ દુર થવા લાગે છે.

* દાંતમાં દુઃખાવા અને તેનો સડો વગેરેને ખજુર દુર કરે છે. આમાં ફલોરીન નામનું ખનીજ તત્વ હોય છે, જે દાંત સંબંધિત સમસ્યા દુર કરે છે. ખજુર માં નિકોટિન હોય છે જે આંતરડાની સમસ્યાનો ઈલાજ કરે છે.

Implantes

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,167 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>