સ્વસ્થ રહેવા માટે લીંબડાના આ ગુણો જાણવા ખુબ જરૂરી છે

TipsNEEM

લીંબડાના ઉપયોગથી ઘણા બધા રોગોને મટાડી શકાય છે. ઠંડીમાં લીંબડાનું કડવું કરિયાતું પીવાથી તમારા શરીરમાં રહેલા બધા જ રોગો નષ્ટ થશે અને આ તમારું પેટ પણ સાફ રાખે છે. જોકે, આજકાલ લોકો મેડિસિન કરતા દેસી નુસખામાં વધારે ઘ્યાન આપે છે. એટલે લોકો આરોગ્યવર્ધક વસ્તુઓનો સહારો લે છે. ચાલો જાણીએ આના અદભૂત ગુણો વિષે…

* લીંબડાના પાનને (૨ લીટર પાણીમાં) ઉકાળ્યા બાદ તેનો રંગ લીલો થઇ જાય એટલે આ પાણીને એક બોટલમાં ચારણીથી ગાળીને ભરી લેવું. હવે જયારે તમે ન્હાવ એટલે ડોલમાં આ પાણીને ૧૦૦ મીલીગ્રામ જેટલું નાખવું. આનાથી તમને સંક્રમણ, ખીલ અને વ્હાઈટહેડસની સમસ્યાથી છુટકારો મળશે.

* લીંબડાના પાનનો રસ પીવાથી લોહી સાફ થાય છે. ખરેખર, આ રસ કડવો તો હોય છે પણ તેને આટલો મોટો ફાયદો છે. એટલે તમે ક્લીન બ્લડ માટે આટલું તો કરી જ શકો. ખરું?

* ગુલાબી ઠંડીમાં લીંબડાના પાનનો રસ પીવાથી શરદી, ઉધરસ નહિ રહે અને શરીરમાં રહેલ બિનજરૂરી બેક્ટેરિયાનો પણ નાશ થશે.

* ન્હાતી વેળાએ સહેજ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખવાથી વર્ષો જુનો ચમડીનો રોગ દુર થશે.

* ફૂડ પોઈઝનીંગ થવાથી કે રક્તવિહાર ઉત્પન્ન થવાથી લીંબડાના પાનને પીસીને રસ પીવાથી તમારી સમસ્યા દુર થશે. લીંબડાના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ત્વચા ગોરી બનશે.

* શરીરમાં થતા કાળા દાગને દુર કરવા પણ આ સહાયરૂપ છે. જે લોકોને સાંધાનો દુ:ખાવો રહેતો હોય તેમણે લીંબડાની છાલને ઘસવી.

* લીમડાના સૂકાયેલ પાંદડાને અનાજ કે ભંડારમાં કે પછી બુક મુકવાના કબાટમાં રાખવાથી કીડાઓ મરી જાય છે. આ એક પ્રાકૃતિક કીટનાશક છે.

111824-neem-leave

* લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરવી. હવે તેમાંથી એક ગોળી બનાવવી. આ ગોળીને મધમાં બોલીને ખાવી. આને ખાધા પછી એક કલાક સુધી કઈ પણ ન ખાવું. આ બધા પ્રકારની એનર્જી – ત્વચાની, કોઈ ભોજનથી થનારી કે અન્ય કોઈ પણ પ્રકારની એનર્જીથી કરતા વધારે ફાયદો આપે છે. તમે આખી જિંદગી આને લઇ શકો છો. આની કોઈ સાઈડઈફેક્ટસ નથી કારણકે આ પ્રાકૃતિક છે.

* લીમડાના પાનમાં એન્ટીવાયરલ ગુણ હોય છે, જે વાઈરલ રોગો જેવા કે ચીકન પોક્સ, ફાઉલ પોક્સ સામે લડવામાં વર્ષોથી કારગર છે.

* દાંતોના રોગો સામે લડવામાં આનો કોઈ જવાબ નથી. ફક્ત ભારતમાં જ નહિ આફ્રિકાના લોકો પણ વર્ષોથી લીમડાના પાનનો ઉપયોગ ટુથપેસ્ટ બનાવવામાં કરે છે.

* HIV ના દર્દીઓ માટે આ ખુબ ફાયદાકારક છે. આ HIV ના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. HIV માં આ મલ્ટીડ્રગનું કામ કરે છે.

* લીંબડો બે પ્રકારનો હોય છે ૧. કડવો લીંબડો અને ૨. મીઠો લીંબડો. આપણે કડવા લીંબડાના ફાયદા તો જોયા પણ મીઠા લીમડાના ફાયદા પણ ઓછા નથી.

* લીમડાથી સાબુ, ન્હાવવાનો પાવડર, શેમ્પુ, લોશન, ટુથપેસ્ટ અને ક્રીમ બનાવવામાં આવે છે, આ ત્વચાની શુદ્ધિ કરે છે.

203563

* મીઠા લીંબડાને ભોજનમાં નાખવાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. જયારે ગુજરાતી વ્યંજન બનાવવામાં આવે ત્યારે લોકો આને કઢી, દાળ અને અન્ય વસ્તુમાં નાખે છે. મીઠા લીંબડામાં ઘણી મેડીકલ પ્રોપર્ટી છુપાયેલ છે.

* આમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો જેમકે એન્ટી-બાયોટીક્સ, એન્ટી-ઓક્સીડેંટસ અને એન્ટી-માયોક્રોબીલ પણ હોય છે. આના સેવનથી પાંચનતંત્ર સુધરે છે.

* રોજ સવારે લીંબડાના પાનને પાણીમાં પલાળીને કોગળા કરવાથી દાંતોના રોગો દુર થાય છે.

* લીમડાના પાનની પેસ્ટ તૈયાર કરીને તેમાં મધ ઉમેરી માથાના વાળમાં લગાવવાથી વાળ સોફ્ટ બને છે અને ખોડો પણ દુર થાય છે.

Comments

comments


12,721 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 3 = 21