અગરબત્તીમાં રહેલ ધુમાડો એટલો બધો ખતરનાક છે કે તે ડીએનએ ને પણ બદલી શકે છે. તે માનવીને માટે સિગરેટ કરતા પણ વધુ નુક્શાનકારક છે.
આપણે સામાન્ય રીતે ઘરમાં, ઓફીસમાં કે કોઈ સામાજિક પ્રસંગે ધૂપસળી, અગરબત્તી નો ઉપયોગ કરીએ છીએ. બધા લોકો ઘરમાં અગરબત્તી અને ધૂપ કરતા હોય છે. અને તેને સળગાવવાથી તેમાં રહેલ પાર્ટીકલ મેટર હવામાં ભરાય છે. તે શ્વાસ લેવાથી ફેફસાંમાં પ્રવેશે છે અને તેની અસરથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. અગરબત્તીના ધુમાડાથી થતા નુકશાન અંગે ચીનમાં સાઉથ ચાઇનન યુનિવર્સીટી ઓફ ટેકનોલોજી અને ચાઇનન ટોબેકો ગ્વાંગડંગ કંપનીએ સંશોધન કર્યું છે.
આ સંશોધનમાં એવું જાણવા મળ્યું કે અગરબત્તીના ધુમાડામાં ૯૯% અલ્ટ્રાફાઈન અને અલ્ટ્રા પાર્ટીકલ્સ હોય છે. જેની આપણા સ્વાસ્થ્ય પર ખુબ ગંભીર અસર થાય છે અને તે કેન્સરને નોતરે છે.