બેન્ચમાર્ક(મોબાઇલ ટેસ્ટિંગ એપ)ના ટેસ્ટ રિપોર્ટ લિક થવાથી આ સમાચાર મળ્યા છે. જો કે પહેલી વખત નોકિયા પાવર યુઝર દ્વારા સ્પોટ કરવામાં આવ્યુ છે. નોકિયા 100માં ગીકબેન્ચ બ્રાઉઝર બેન્ચમાર્ક રિજલ્ટમાં આવાતની ખબર પડી હતી કે એન્ડ્રોઇડના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ(લોલીપોપ 5.0), ક્વાડકોર 1.3HGz મીડિઆ ટેક(MT6582) પ્રોસેસર સાથે બજારમાં ઉતારી શકે છે. એટલુ જ નહી આ હેન્ડસેટમાં 512 MB રેમ સાથે HD ડિસ્પ્લે (1280*720 પિક્સલ) હશે.
તાજેતરમાં યોજાયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન નોકિયાએ એન્ડ્રોઇડ લોલીપોપ ઓએસ વાળો N1 ટેબલેટનુ પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ આવા કોઇ ફોનની વાત નહોતી કરી જેને નવા અવતારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા હોય. નોકિયા અને માઇક્રોસોફ્ટમાં જે કરાર કરવામાં આવ્યો હતો તેને જોતા નોકિયા 2016ની ચોથી ત્રિમાસી સુધી ફોન લોન્ચ નહી કરી શકે. જો કે બેન્ચમાર્ક રિપોર્ટને પણ ખોટોના માની શકાય
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
નોકિયાનુ સૌથી પોપ્યુલર હેન્ડસેટ 1100 વર્ષ 2003માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. લોન્ચ થતાની સાથે જ બજારમાં લોકપ્રિય બન્યુ હતુ. કંપનીએ એ વાતનો દાવો કર્યો હતો કે નોકિયાનો 1100ને દુનિયાભરમાં 25 કરોડ લોકોએ ઉપયોગ કર્યો છે. જો કે જ્યારે સ્માર્ટફોનનો જમાનો શરૂ થયો તો આ બધા હેન્ડસેટ્સ હજારમાંથી ગાયબ થઇ ગયા જો કે આજે પણ આ મોબાઇલ કેટલાય લોકો પાસે જોવા મળે છે.
નોકિયા 1100ના ફિચર્સ
નોકિયા 1100 GSM નેનો સિમ પર કામ કરતો હતો. જેનુ વજન લગભગ 86 ગ્રામ હતુ. તેમાં મોનોક્રોમ ગ્રાફિક્સ (એક સિંગલ કલર કેટલાય અલગ-અલગ શેડ્સ અને ડિઝાઇન બનાવે) હતુ. ફોનમાં 96*65 રિઝોલ્યુશન સાથે ચાર વાઇન ડિસ્પ્લે હતી. તેમાં સ્ક્રિન સેવર અને ફ્લેશ લાઇટની સુવિધા પણ છે. ફોનમાં મોનોફોનિક રિંગટોન્સ સામાન્ય રૂપથી સંગીતમય સ્વરોની એક સિરિઝ હોય છે. જેમાં એક પછી એક સ્વર આવે છે. સાથે સાથે મ્યુઝિક કંમ્પોઝ પણ કરી શકાતુ હતુ. કોલિંગ અને મેસેઝની સાથે તેમાં સ્નેક અને સ્પેસ ઇન્પેક્ટ ગેમ હતી.