સ્માર્ટફોન ક્ષેત્રે અમેરિકાને ભારત હંફાવશે

Smartphones

થોડા સમય પહેલા એક વિચિત્ર બાબત સામે આવી હતી. યુ.એસ.ની એક સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં શૌચલાય કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને ભારતમાં જે સ્થિતિ છે તે જોતાં ભારતને શૌચાલયની જરૂર છે. આ બાબતને જો હકારાત્મક રીતે લઇએ તો ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.

થોડા સમય પહેલા આ અંગે રસપ્રદ બાબત જાણવા મળી હતી કે જે રેશિયોથી ભારતમાં સ્માર્ટફોન વાપરનારની સંખ્યા વધી રહી છે તે જોતાં એક બાબત સ્પષ્ટ છે કે આગામી સમયમાં સ્માર્ટફોન વપરાશમાં ભારત અમેરિકાને પછાડી દેશે. કહેવાય છે કે વર્ષ ૨૦૧૬ સુધીમાં એટલે કે એકાદ વર્ષ બાદ ભારત અમેરિકાને પાછળ પાડીને દુનિયાનો બીજા નંબરનો એવો દેશ બનશે કે જ્યાં સૌથી વધુ સ્માર્ટફોન વપરાય છે. આ સર્વે અને સંશોધન ઇ માર્કેટર નામની કંપનીએ કહ્યું છે.

સ્માર્ટફોન ક્ષેત્રે અમેરિકાને ભારત હંફાવશે

તેઓએ પોતાના એક એહવાલમાં સ્પષ્ટ કર્યુ છે કે વર્ષ ૨૦૧૬ સુધી સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યા ૨૦ કરોડને પાર થઇ જશે. આ કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નામ વધશે અને અન્ય વેપાર-ધંધા પણ ભારત જેવા વિશાળ બજારનો લાભ લેવા અહીં આવવા તૈયાર થશે. અહેવાલ મુજબ અત્યારે સ્માર્ટફોન વપરાશકર્તા બાબતે ચીન સૌથી આગળ છે. અને કહેવાય છે કે વર્ષ ૨૦૧૬ સુધીમાં ૬૨.૪૭ કરોડ સુધી પહોંચશે. આ કારણે ચીન ત્યારે પણ નંબર વનના સ્થાને રહેશે. ૨૦.૪૧ કરોડના આંકડા સાથે ભારત અમેરિકાને પછાડીને બીજા સ્થાને પહોંચી જશે.

અમેરિકા ૧૯.૮૫ કરોડના આંકડા સાથે ત્રીજા ક્રમે ધકેલાશે. જોકે એક બાબત સ્વીકારવી પડશે કે વસ્તી વધુ હોવાને કારણે આ બાબત બની રહી છે, કેમ કે અમેરિકામાં ભારત અને ચીન બન્ને કરતાં વસ્તી ઓછી છે અને તેથી સ્વાભાવિક જ તેઓ આ રેસમાં પાછળ જ પડી જવાના જ્યારે ચીન અને ભારતની વસ્તી વધુ હોવાથી તેઓ આ બજારમાં ફાવી જશે. 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,712 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>