સ્માર્ટફોનના રસિયાઓ માટે માઇક્રોમેક્સ લાવી રહી છે સસ્તો અને અપડેટ ફોન

સ્માર્ટફોનના રસિયાઓ માટે માઇક્રોમેક્સ લાવી રહી છે સસ્તો અને અપડેટ ફોનદેશની બીજી સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની માઇક્રોમેક્સએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સ કંનપીએ પોતાના યુ બ્રાન્ડ અંતર્ગત એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સની પેટા કંપની યુ ટેલીવેન્ચર્સે પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણેનો ફોન આપવા માટે કેનોઝેન સાથે કરાર કર્યો હતો. ‘Yu’ બ્રાન્ડ અંતર્ગત કંપનીનો પહેલો સ્માર્ટફોન વેચાણ માટે આગામી મહીને લોન્ચ કરવામાં આવશે.

માઇક્રોમેક્સના સહ-સંસ્થાપક રાહુલ શર્માના જણાવ્યા પ્રમાણે આ સ્માર્ટફોન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તર ઉપર બાજી બદલી શકે તેવો સાબિત થશે. આ બ્રાન્ડ સીધા ઉપભોક્તાઓ સાથે સંપર્ક બનાવી રાખશે. આ ફોનથી સોફ્ટવેર અપડેટ કરવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે અત્યારની હરિફાઇના જમાનમાં ટકી રહેવા માટે સ્માર્ટફોન બનાતી કંપનીઓને બજારમાં ટકી રહેવા માટે અનેક નવા પ્રયોગો કરવા પડતા હોય છે. આવી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે સસ્તા અને અપડેટ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,432 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>