ધરમાં સ્પાની અનુભૂતિ કરવી છે તો કરો આ ઉપયોગ

તમે પણ લાંબા સમયથી એક એવી વૈભવી ક્ષણની રાહ જોઈ રહ્યા છો, જેમાં તમે ઘરે પાછા જાવ અને તમને એક સુગંધિત આરામદાયક સ્નાન મળે?, તો તમે એકલા નથી. ન્હાવાના અનુભવને એક્દમ આરામદાયક બનાવવા અને શરીર પરનો બધો જ કચરો હટાવવા માટે, કોસ્મેટિક સ્ટોરમાં મળતા બાથ સૉલ્ટને ક્યારેય અવગણશો નહીં.

Get Spa feeling of sitting at home, you can use the magic seeds

બાથ સૉલ્ટ શું હોય છે?

બાથ સૉલ્ટ એ નાના-નાના મિનરલ્સના દાણા હોય છે, જેને ન્હાવાના પાણીમાં નાખતાની સાથે જ ઓગળી જતા હોય છે. તે ખુબ જ ઝડપથી ઓગળતા હોય છે અને તમારી સ્કિનને ખુબ જ સુંદર અને સારી બનાવતા હોય છે. આ કણો હોટ સ્પ્રિંગનું અનુકરણ કરીને, તેના જેવું કુદરતી કામ કરીને, તમને એના જેવા જ બ્યૂટી ફાયદા આપે છે. તે એવી રીતે કામ કરે છે કે તમારા આખા શરીરને કુદરતી રીતે મિનરલ્સ પહોંચી જાય છે. તમે આ કણોને જ્યારે ગરમ પાણીમાં નાખો છો, તો તમને લગભગ સ્વર્ગનો અનુભવ કરવતો સ્પા લીધો હોય તેવું લાગશે.

બાથ સૉલ્ટથી ન્હાવાના ફાયદા-

આ બાથ સોલ્ટ તમારી સ્કિનને ઢગલાબંધ ફાયદા પહોંચાડી શકે છે. આ સૉલ્ટમાં ખુબ જ મહત્વના મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને બ્રોમાઈડ હોય છે. આ બધા જ મિનરલ્સમાં એવી શક્તિ હોય છે કે, એ તમારા શરીર પરના છિદ્રોમાંથી મેલ ખેંચી લે છે અને તમને ખુબ જ જેન્ટલ સ્કિન આપે છે. સાફ થઈને ખુલેલા આ છિદ્રો ત્યારબાદ સારા મિનરલ્સને શોષે છે, જેના લીધે તમારી સ્કિનમાં એક નવો ગ્લૉ આવે છે. આ સૉલ્ટમાં હાજર રહેલું મેગ્નેશિયમ તમને થાક અને સ્ટ્રેસ સામે લડવામાં મદદ કરે છે. બીજી તરફ, પોટેશિયમ તમારા સ્કિનમાં મોઈશ્ચરનું લેવલ જાણવી રાખે છે. બાથ સૉલ્ટ તમને ડિટોક્ષીફાય પણ કરે છે. પરંતુ અમને તો એ તેની હેવનલી એરોમા(ખુશ્બુ)ના લીધે વધારે પસંદ છે. રોઝ, જાસ્મિન, ઓરેંજ, બેર્ગામોટ, લેવેંડર અને બીજા ઘણા ફ્લેવરમાં તમને આ બાથ સૉલ્ટ મળી રહેશે.

Get Spa feeling of sitting at home, you can use the magic seeds

બાથ સૉલ્ટના પ્રકાર-

બજારમાં આમ તો ઘણા પ્રકારના બાથ સૉલ્ટ મળી રહેતા હોય છે, જેમાં અલગ-અલગ પ્રકારનું બંધારણ અને ફાયદા હોય છે. જો તમે પણ આટલા બધા પ્રકારના બાથ સૉલ્ટ જોઈને મૂંઝવણમાં મુકાય જાવ છો, તો અમે તમારી માટે તેનો ઉકેલ અને જવાબ લઈને આવ્યા છીએ.

1. Epsom Bath Salts: આ બાથ સૉલ્ટ મેગ્નેશિયમ, ઓક્સિજન અને સલફ્રથી બનેલા હોય છે. આ ત્રણે મિનરલ્સ ભેગા મળીને તમારી સ્કિનની ઉપરની ડેડ પરત દૂર કરે છે, તમારા સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને બોડીના મસલ્સને એક્દમ રિલેક્ષ કરે છે.

2. Dead Sea Bath Salts: નામમાં જ જણાવ્યું છે તેમ ડેડ સી સૉલ્ટ એ હોય છે, જે ખરેખર ડેડ સી(દરિયા)માંથી મેળવવામાં આવ્યા હોય છે. તેઓ મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, બ્રોમાઈ અને ક્લોરાઈડથી છલોછલ ભરેલા હોય છે. આ ખુબ જ કૉમન બાથ સોલ્ટ છે, અને એ તમારી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને રેગ્યુલર કરવાનું અને તેને વધારવાનું કામ કરે છે. મેગ્નેશિયમ તમારી સ્કિનની એજીંગને ઘટાડવાનું કામ કરે છે, જ્યારે પોટેશિયમ સ્કિનમાં મોઈશ્ચરનું પ્રમાણ જાળવવાનું કામ કરે છે.

3. Himalyan Bath Salts: આ ક્રિસ્ટલ સૉલ્ટ તેના પીંક કલરના કારણે વધારે ઓળખાય છે. આ કલર તેમાં આર્યનની વધારે પડતી માત્રાના કારણે હોય છે. હિમાલયમાંથી મેળવવાના કારણે, આ દાણાઓ તમારી સ્કિનમાં pH લેવલ જાણવવાનું કામ કરે છે.

Get Spa feeling of sitting at home, you can use the magic seedsસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,268 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>