સ્પાઈસી મકાઈ નું શાક – જાણવા જેવું

સામગ્રી

baby-corn_625x350_51422882728

* ૨ મકાઈ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ કપ સમારેલી ડુંગળી,

* ૧ ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા મરચા,

* ૧ ટેબલ સ્પૂન બારીક કાપેલુ આદું,

* ૧ કપ બારીક કાપેલા ટામેટાં,

* ૧/૨ ટી સ્પૂન લાલ મરચું,

* ૧/૪ ટી સ્પૂન હળદર,

* ૨ ટી સ્પૂન પાણી,

* ૨ ટી સ્પૂન સેકેલી સિંગ,

* ૩/૪ કપ પાણી,

* ૨ ટી સ્પૂન સમારેલ કોથમીર.

રીત

IMG_2828

એક કુકરમાં ૨ મકાઈ (પાંચ ભાગ કરવા), મકાઈ ડૂબાડવા જરૂરી પાણી અને મીઠું નાખીને એક સીટી વગાડવી. વઘાર કરવા માટે એક પેનમાં ઓઈલ અને સમારેલી ડુંગળી નાખીને એક થી બે મિનીટ સુધી હલાવવું. હવે આમાં લીલા મરચા અને આદું નાખીને ફરીવાર થોડી સેકંડ માટે હલાવવું. હલાવ્યા બાદ આમાં ટામેટાં, મરચું, હળદર અને પાણી નાખીને આને પાંચ સાત મિનીટ સુધી હલાવવું. આ મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી મસાલો તળિયે ચોટી ન જાય.

પાંચ મિનીટ બાદ આમાં સિંગ, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખીને આને બે મિનીટ સુધી કુક થવા દેવું. હવે આ મિશ્રણમાં બોઈલ કરેલ મકાઈ અને કોથમીર નાખીને બે મિનીટ સુધી ધીમા તાપે ચડવા દેવી. તો તૈયાર છે ગરમાગરમ સ્પાઈસી કોર્ન નું શાક.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,894 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>