ફ્રાન્સનાં એલન રોબર્ટ માત્ર 70 મિનિટમાં 75 માળના સ્ક્રાઇસ્ક્રેપર પર ચઢવાનો કારનામો કરી ચૂક્યો છે. ‘ફ્રેન્ચ સ્પાઇડરમેન’ નામથી મશહૂર એલને આ માટે માત્ર ચોક અને ટેપનો જ ઉપયોગ કર્યો હતો. આ અગાઉ 2011માં એલન માત્ર 6 કલાકમાં બુર્જ-એ-ખલીફા પર પણ ચઢી ચૂક્યો છે.
આ સ્પાઇડરમેન અગાઉથી જ ઘણા રેકોર્ડ્ઝ પોતાના નામે કરી ચૂક્યો છે. એ જ કારણોસર આ વખતે તેને જોવા માટે એકસાથે હજારો લોકો ભેગા થયા હતા. ઝડપથી ઉપર ચઢતા એલનને જોઇ ઘણા લોકો દંગ રહી ગયા અને ઘણા એની પ્રાર્થનાની દુઆ માગતા જોવા મળ્યા હતા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર