ફેશનમાં લેધરનો ઉપયોગ હંમેશાથી લક્ઝરીનું પ્રતિક રહ્યું છે. રિચ ટેક્સચર અને અનેક રીતે સ્ટાઇલ કરવામાં આવવાના કારણે લક્ઝૂરિયસ ફેશનમાં તેણે પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે. પરંતુ લક્ઝરીની કોઇ બાઉન્ડ્રી નથી, અમારી આ વાતથી તમે પણ સહમત થશો જ. અહીં તમને કેટલાંક એવા લેધર અંગે જણાવી રહ્યા છીએ જેઓએ લક્ઝરીને એક અલગ જ સ્થાન આપ્યું છે.
ક્રોકોડાઇલ લેધર
એટલું જ ડરામણું જેટલું તમે વિચારી શકો છો, વાસ્તવમાં આ ક્રોકોડાઇલ સ્કિન એટલાં મોંઘા હોય છે કે સામાન્ય લોકોના બજેટમાં ના આવી શકે. જો કે, તેને અનેક દેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે, તેમ છતાં આજે પણ લક્ઝૂરિયસ પ્રોડક્ટ્સ અમેઝિંગ ગણવામાં આવે છે. ટેક્સચરમાં સુપર્બ, ખૂબ જ સ્ટ્રોન્ગ અને નેચરલ ડિસ્ટિંગક્ટ આ ક્રોકોડાઇલ સ્કિનથી વોચસ્ટ્રેપ્સ અને લક્ઝૂરિયસ હેન્ડબેગ બનાવવામાં આવે છે. કેટલાંક લોકો આ લેધરના શૂઝ પણ બનાવે છે અને તેને જોઇને તેના મોંઘા હોવાનો અંદાજ લગાવી શકો છો.
ફિશ સ્કિનઃ
ફિશ સ્કલ્સથી બનેલા પ્રોડક્ટ્સ ફેશનની દુનિયાના સૌથી મોટાં ઇનોવેશન્સમાંથી એક ગણવામાં આવે છે. ફિનિશ્ડ લેધરમાં તેની નેચરલ શિમર યથાવત રહે છે, જે તેને ક્રિસ્ટલ જેવી ચમક આપે છે. ફિશ લેધર ખૂબ જ નાજૂક હોય છે, તેથી તેને બનાવવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. ડિઝાઇનર્સ તેને શિમરિંગ વોલેટ્સ અને બેગ્સ બનાવવામાં યૂઝ કરે છે.
સ્નેક સ્કિનઃ
આમ તો તમને નકલી ફોક્સ સ્નેક પ્રિન્ટ્સ ઘણાં સ્થળે મળી જશે, પરંતુ અસલી સ્નેક લેધર પટર્નના લુકનો કોઇ મુકાબલો ના કરી શકે. અનેક પ્રકારે યૂઝ કરવામાં આવતી આ સ્નેક સ્કિન, લેધર ટેક્ચર અને પ્રિન્ટ્સ પસંદ કરનારાઓનો અલગ વર્ગ છે. આ સ્નેક સ્કિન્સથી સુંદર બેગ્સથી લઇને બેલ્ટ્સ અને ત્યાં સુધી કે શૂઝ સુધી બની શકે છે. તમે ભલે સાપથી ડરતાં હોવ, પરંતુ તેની સ્કિન ખરેખર લોભામણી છે.