સ્ત્રી હોય કે પુરૂષ, પસીનાની ગંદી બદબૂને કાયમી દૂર રાખવા, ખાસ ઉપાય

Male or female, to keep permanent bed smale and sweat  dirty, especially in resort

ઉનાળામાં પસીનો થાય એ સ્વાભાવિક છે, પણ કેટલાક લોકોને પસીનો થયા પછી શરીર અને કપડાંમાંથી વાસ આવવા લાગે છે. ક્યારેક તો માથું ફાડી નાખે એટલી બદબૂથી ત્રાસી જવાય છે. ઘણી વાર તો દિવસમાં બે વાર નાહવા છતાં અમુક કલાકો પછી પરસેવો સુકાઈ જવાને કારણે શરીરમાંથી અજીબ, સહન ન કરી શકાય એવી ગંધ આવવા લાગે છે. પરસેવો વધારે ગંધાય એ હેલ્ધી નથી. સૌથી પહેલાં તો સમજીએ કે પરસેવામાંથી વાસ કેમ આવતી હોય છે.

કેટલાક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે શરીરમાં ઝિન્કની ઉણપ હોય તો શરીરમાંથી વધુ વાસ આવે છે. માત્ર પસીનો થાય ત્યારે જ નહીં, પસીનો ન થાય ત્યારે પણ નાહ્યાના અમુક કલાકો પછી શરીરમાંથી ગંધ આવે છે. આ બધાનું કારણ બીજું કંઈ પણ નહીં, પણ શરીરમાં અમુક મિનરલ્સની ખામી હોય છે.બોડીમાંથી ખરાબ વાસ આવે એ માટે ઝિન્ક જવાબદાર હોય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે આખરે કેમ આવે છે પરસેવાની આટલી ગંદી વાસ અને પરસેવાની સમસ્યાથી મુક્તિ મેળવવા તમે કઈ રીતે ઝિન્કનું સેવન કરી શકો.

Male or female, to keep permanent bed smale and sweat  dirty, especially in resort

પરસેવો થવાનાં કારણોઃ

– બહારનું વાતાવરણઃ ગરમીની ઋતુ અથવા સૂર્યના તાપને કારણે શરીર ગરમ થાય છે. શરીરને ઠંડું કરવા હેતુ પરસેવો ઉત્પન્ન થાય છે. જ્યારે વ્યક્તિ એસીમાંથી નીકળી ગરમ તાપમાનમાં આવે છે તો તરત જ તેની ત્વચા પર પરસેવાનાં બિંદુ નીકળી પડે છે, કારણ શરીરનું તાપમાન એકદમ જ ઠંડાથી ગરમ થઇ જાય છે જેથી પરસેવો છૂટે છે.

-કસરત/વ્યાયામઃ કસરત દરમિયાન શરીરના હલનચલનથી શ્વાસોશ્વાસની ક્રિયા વધે છે, હાર્ટનું પંપિંગ વધે છે જેથી શરીરનું તાપમાન વધતાં જ પરસેવો થાય છે.

– સ્ટ્રેસઃ શારીરિક તથા માનસિક સ્ટ્રેસ, ટેન્શનના કારણે શરીરનું બ્લડપ્રેશર વધે છે, હાર્ટના ધબકારા વધે છે જેથી શરીરનું તાપમાન વધે છે. અને પરસેવો નીકળે છે. કોઇ વ્યક્તિને ઇન્ટરવ્યુની તાણ હોય તો કોઇ વ્યક્તિને કોઇ ઘટના કે અન્ય વ્યક્તિથી ભય લાગતો હોય તો શરીર આ પ્રમાણે વર્તે છે અને પરસેવો થાય છે.

– શારીરિક બીમારીઃ અમુક બીમારીના કારણે પરસેવો અધિક થાય છે, જેમ કે થાઇરોઇડ ગ્રંથિનું નધુકામ કરતું. જેને હાઇપરથાઇરોઇડ કહેવાય છે, તથા થાઇરોટોક્સિકોસિસ જેમાં થાઇરોઇડ હોર્મોન વધી જાય છે. થાઇરોઇડ ગ્રંથિનું મૂળ કામ શરીરનું તાપમાન જાળવી રાખવાનું છે અને એટલા માટે તેના સંબંધી કોઇ પણ બીમારી શરીરના તાપમાનનું સંતુલન બગાડે છે જેથી પરસેવો થાય છે. ફ્લુ, ટી.બી., ન્યુમોનિયા, મેલેરિયા, નાઇટ સ્વેટ્સ (રાતના પરસેવો થવો) વગેરે જેવા રોગોમાં વધુ પરસેવો થાય છે. લિવર તથા કિડનીના રોગો, ઇન્ફેકશન, કિશોરવસ્થા, મેનોપોઝ વગેરેમાં પણ ખૂબ પરસેવો થાય છે. હાઇપોગ્લાઇસેમિયા એટલે કે બ્લડ શુગર એકદમ ઘટી જવી, કેન્સર, એઇડ્સ જેવા રોગોમાં પણ પરસેવો થતો હોય છે.

– દવાઓઃ અમુક દવાઓની આડઅસરરૂપે સખત પરસેવો થતો હોય છે. ડિપ્રેશનમાં વપરાતી દવાઓ, ઇસ્ટ્રોજન થેરેપી, એસ્પિરિન, અધિક કોફી વગેરેના કારણે વધુ પરસેવો થતો હોય છે.

– વ્યસનોઃ સિગારેટ, શરાબ તથા અમુક પ્રકારની નશીલી દવાઓ શરીરનું તાપમાન તથા હૃદયના ધબકારા વધારવાનું કામ કરે છે જેથી પરસેવો થયા છે.

– મનઃસ્થિતિઃ ગુસ્સો, ભય, નર્વસનેસ, ચીડિયાપણું, બેચેનીના કારણે પણ અધિક પરસેવો થાય છે.

– અન્ય કારણોઃ ગરમ, તીખું ભોજન, સિંથેટિક કપડા પહેરવાથી પણ વધુ પરસેવો થવાની શક્યતા છે. સ્થૂળ વ્યક્તિઓને, પાતળી વ્યક્તિઓના પ્રમાણમાં પરસેવો વધારે વળે છે.

પરસેવામાં વાસ કેમ?

Male or female, to keep permanent bed smale and sweat  dirty, especially in resort

માનવશરીરમાં બે પ્રકારની પ્રસ્વેદગ્રંથિઓ હોય છે – એક્રાઇન અને એપોક્રાઇન. ખાસ કરીને હાથ, હથેળી, પગ, તળિયાં અને કપાળમાં એક્રાઇન પ્રકારની ગ્રંથિઓ વધારે હોય છે. આ ગ્રંથિ જન્મથી જ કાર્યરત હોય છે. બીજો પ્રકાર છે એપોક્રાઇન. આ ગ્રંથિઓ બગલમાં, ગુપ્ત ભાગોમાં અને જ્યાં પણ સાંધાઓના જોઇન્ટ્સને કારણે સાંકડો ખાંચો પડે છે એવી જગ્યાઓમાં જોવા મળે છે. આ ગ્રંથિ જન્મથી જ કામ નથી કરતી, પરંતુ પ્યુબર્ટી-એજ (યૌવનપ્રવેશકાળ) પછીથી જ કામ કરતી થાય છે. આ ગ્રંથિઓમાંથી સ્રવતા પરસેવામાં પ્રોટીન અને ફેટી એસિડ્સ પણ હોય છે, જેને કારણે બગલ અને ગુપ્ત ભાગોમાં થતો પસીનો સામાન્ય પરસેવા કરતાં થોડો જાડો અને પીળાશ પડતા રંગનો હોય છે.

પરસેવામાં જેટલું વધારે પ્રોટીન અને ફેટી એસિડ્સનું પ્રમાણ હોય એટલી એમાં ગંધ પણ વધુ આવે છે. પસીનો થતો રોકવો એ આ સમસ્યાનો ઉપાય નથી. પસીનો તો શરીરની કૂલિંગ સિસ્ટમ છે. પરસેવામાં આવતી ગંધ ઓછી કરવા માટે જરૂર ઉપાય છે જે તમને જણાવીશું.

ઝિન્કની ઊણપ

Male or female, to keep permanent bed smale and sweat  dirty, especially in resort

શરીરનો પ્રવાહી કચરો ત્વચા અને યુરિન વાટે બહાર નીકળે છે. આ કચરાનો જો સમયસર નિકાલ ન થાય તો એમાં બેક્ટેરિયા ભળે છે અને સતત મલ્ટિપ્લાય થતા રહે છે. બેક્ટેરિયાના ગ્રોથને કારણે ખરાબ વાસ આવવા લાગે છે. કિડની, લિવર, આંતરડાંની ખરાબીને કારણે પણ શરીરમાંથી વાસ આવે છે. ઝિન્ક શરીરનો પ્રવાહી કચરો ઝટપટ બહાર કાઢી નાખવાનું મુખ્ય કામ કરે છે. જ્યારે ડાયટમાં કે લોહીમાં ઝિન્કની ઊણપ હોય ત્યારે શરીરના પ્રવાહી કચરામાં બેક્ટેરિયાનો વિકાસ થાય એવું વાતાવરણ મળે છે અને એમાંથી વાસ આવે છે. પરસેવામાં કે પરસેવા વિના શરીરમાંથી વધુ વાસ આવતી હોય ત્યારે લિવર, કિડની અને આંતરડાંની યોગ્ય સ્વચ્છતા અને કામગીરીમાં ગરબડ હોવાનું તરત નિદાન કરી શકાય.

ડાયટ અથવા સપ્લિમેન્ટ્સ

જેમાંથી મોટી માત્રામાં ઝિન્ક મળે એવી ચીજો લેવી. ઘઉં, તલ, તલનું તેલ, કોળાનાં બી, તરબૂચનાં બી, ડાર્ક ચોકલેટ, કોકો પાઉડર, સિંગદાણા, બદામ જેવી ચીજોમાં સારી માત્રામાં ઝિન્ક મળી આવે છે. જો શરીરમાંથી વાસ આવતી હોય તો આ ચીજો વધુ માત્રામાં લેવાથી ફરક પડી શકે છે. એમ શક્ય ન હોય તો હવે વિટામિન્સની જેમ ઝિન્કનાં પણ સપ્લિમેન્ટ્સ મળે છે. જોકે રોજના ૨૫ મિલિગ્રામથી વધુ આ ગોળી ન લેવી.

ગંધ ઘટાડવાના અન્ય વિકલ્પો

૧. સલ્ફાઇડ

સલ્ફાઇડવધુ હોય એવી ચીજો ઓછી ખાવી. કાંદા, લસણ, લીક જેવી ભાજીઓમાં સલ્ફાઇડ વધુ હોય છે.

૨. પાચનતંત્ર સાફ રાખવું.

પાચનમાં ગરબડ થવાને કારણે વાયુ પેદા થાય છે અને આંતરડાંમાંના ખરાબ બેક્ટેરિયા લોહીમાં ભળે તો એનાથી પણ પરસેવા અને શરીરમાંથી વાસ આવી શકે છે. પેટ સાફ ન રહેતું હોય તો એક ચમચી હરડે કે ત્રિફળા રાતે સૂતાં પહેલાં લેવું.

૩. પસીનો થતો રોકે એવાં કેમિકલ્સ

(એન્ટિ-પર્સપિરન્ટ્સ) ન વાપરવાં. પસીનો અંદર જ સુકાઈ જવાને કારણે પણ ત્વચાના ઉપરના સ્તરમાંથી વાસ આવવા લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,665 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>