સ્ત્રીને મળતા હકો, અધિકારોને કારણે ‘વુમન્સ ડે’ સેલીબ્રેટ કરાય છે…..

Happy-Womens-Day-1

International Women’s Day (IWD) એટલેકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરવર્ષે ૮ માર્ચે મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરી રહેલ મહિલાઓ ને સમ્માન કરવા અને તેમની ઉપલબ્ધિઓનો ઉત્સવ મનાવવાનો દિવસ છે.

આજે નારી શક્તિ પણ પુરુષથી ઓછી આવડત વાળી નથી. તેઓ પુરુષની જેમ દરેક ફિલ્ડમાં આગળ હોય છે અને પુરુષ સાથે ખભો મેળવીને કામ કરે છે. સદિયોથી જે મહિલાઓ જંજીરોમાં જકડાયેલી હતી તે આજે તેણે તોડીને પોતાની નવી ઓળખ બનાવવામાં છે.

આમ તો ૩૬૫ દિવસ માંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોઈ. કારણકે જીવનના દરેક ક્ષેત્રે મહિલા વગર કોઈને ચાલતું નથી. એમ પણ કહી શકાય કે દુનિયાનું અડધું ઘડતર મહિલા વગર અધૂરું છે. કારણકે ભગવાનને પણ અવનીમાં જન્મ લેવા એક સ્ત્રી ની જરૂર પડી હતી.

વિશ્વના દરેક ક્ષેત્રોમાં મહિલાઓ પ્રતિ સમ્માન, પ્રશંસા અને પ્યાર પ્રકટ કરવા આ દિવસને સેલીબ્રેટ કરવામાં આવે છે. આજના યુગમાં નારી હવે અબળા નહી રહી, વધારે સક્ષમ અને સબળ થઈ ગઈ છે. પુરુષો કરતા વધુ ઓલમ્પિક ગેમ્સ માં મહીલાઓ ગોલ્ડ મેડલ્સ લાવીને બતાવે છે અને દેશનું નામ રોશન કરે છે.

Happy-Womens-Day-Wallpaper

ભારતીય મહિલા સંસારની બીજી ઘણી મહિલાઓ જેમ પોતાની સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ઘરાવે છે. આપણા ભારતમાં એવી ઘણી બધી મહિલાઓ છે જેણે પોતાના પગે મોટા બીઝનેસ ની શરૂઆત કરી અને આપણા દેશનું પણ નામ રોશન કર્યું. જેમાં કિરણ મઝુમદાર, ઇન્દુ જૈન, સાવિત્રી જીન્દલ અને ઘણી બધી સકસેસફૂલ મહિલાઓના નામ શામેલ છે.

‘વુમન્સ ડે’ ને સૌથી પહેલા અમેરિકામાં ‘સોશલીસ્ટ પાર્ટી’ ના આહ્વાન પર ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ ઉજવવામાં આવે છે. બાદમાં આને ફેબ્રુઆરી ના છેલ્લા મહિનામાં ઉજવવામાં આવ્યો.

લગભગ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ દુનિયાના એવા ઘણા દેશો છે જ્યાં મહિલાઓ ને મત આપવાનો પણ અધિકાર નથી. તેથી તેમને આ અધિકાર અપાવવા ૧૯૧૦માં સોશલીસ્ટ ઇન્ટરનેશનલ ના હોપેનહેગન સંમેલનમાં મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દર્જો આપવામાં આવ્યો.

અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની સ્થાપના કરવામાં આવી ત્યારે કોઈ તારીખ નક્કી કરવામાં નહોતી આવી. બાદમાં બધી મહિલાઓ ની સમાનતા અને અધિકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમને ૯ માર્ચ ના રોજ મનાવવાની ધોષણા કરવામાં આવી.

અહી નીચેના વિડીયો માં બોક્સર ‘મેરી કોમ’ ની સકસેસ સ્ટોરી જણાવવામાં આવી છે, જે ખરેખર હાર્ટ અને મગજ ને સ્પર્શી જાય તેવી છે તો જુઓ….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,744 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>