શૂટીંગ માં થતો એક દિવસ નો ખર્ચો

One lakh 50 thousand are studio fare, low cost of a one-day shooting

ફિલ્મમેકિંગની પ્રક્રિયામાં ફિલ્મસિટી તથા સ્ટુડિયો મહત્વના હોય છે. આ સ્ટુડિયોમાં સહજતાથી તમામ સીન્સ શૂટ થઈ જાય છે. હાલમાં જ સોનમ કપૂરની નીરજ ભનોત પરની બાયોપિક માટે ફિલ્મસિટીમાં Pan Am એરક્રાફ્ટનું મોડલ બનાવ્યું હતું. જો હવે તમને યાદ હોય તો ‘દબંગ’માં કાનપુર શહેર બતાવવામાં આવ્યું હતું. જોકે, સાચી વાત એ છે કે કાનપુરને મુંબઈમાં જ ઉભું કરવામાં આવ્યું હતું. તો ‘જોધા અકબર’નો જૂનો કિલ્લો ફિલ્મ સ્ટુડિયોમાં બનાવવો સરળ નહોતું.

કોઈ પણ લોકેશન ફિલ્મ સ્ટુડિયોમાં બનાવી શકાય છે

મુંબઈમાં મહેબુબ સ્ટુડિયો, ફેમસ સ્ટુડિયો, ફિલ્માલય, ફિલ્મિસ્તાન અને ફિલ્મસિટી અનેક વર્ષોથી વિવિધ સેટ્સ બનાવી આપે છે. અહીંયા ફિલ્મમેકર પોતાની કલ્પના પ્રમાણે, કોઈ પણ ચિત્ર બનાવી શકે છે. અહીંયા વિશાળ રૂમથી લઈને સૂકી જમીન પણ રિયેલ લોકેશન બનાવી શકાય છે. ફિલ્મિસ્તાન અને ફિલ્મસિટીમાં નિર્માતાઓને રેડીમેડ જેલ, પોલીસ સ્ટેશન અને એરપોર્ટ મળી જાય છે. અહીંયા સરળતાથી ફિલ્મ શૂટિંગ થઈ જાય છે અને કોમન વસ્તુઓ માટે પૈસા પણ ખર્ચવા પડતા નથી. દિવ્યભાસ્કરડોટકોમ તમને મુંબઈના ફિલ્મસિટી તથા સ્ટુડિયોઝના ફ્લોર પ્લાન તથા રેટ્સ અંગે માહિતી આપશે.

ફિલ્મિસ્તાન

One lakh 50 thousand are studio fare, low cost of a one-day shooting

લોકેશનઃ ગોરેગાંવ

‘બોમ્બે ટોકિઝ’ના સર્વેસર્વા હિમાંશુ રોયના મોત બાદ 1943માં ફિલ્મમેકર શશધર મુખર્જી(રાની મુખર્જીના કાકા)એ આની સ્થાપના કરી હતી. આ કામમાં તેમની સાથે રાય બહાદુર ચુન્નીલાલ, અશોક કુમાર અને ડિરેક્ટર જ્ઞાન મુખર્જી પણ સામેલ હતાં. ગોરેગાંવમાં એસવી રોડ પર આ સ્ટુડિયો પાંચ એકર જમીનમાં ફેલાયેલો છે. શૂટિંગ માટે સાત ફ્લોર્સ છે, જેનો ફિલ્મમેકર્સ ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મસિટીની નજીક બનેલો છે.

આ ફિલ્મ થઈ શૂટઃ અનારકલી(1953), નાગિન(19540, પેઈંગ ગેસ્ટ(1957) , રાવન, બોડીગાર્ડ, ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’

ફ્લોર પ્લાન એન્ડ રેટ્સઃ ફિલ્મિસ્તાનમાં વધુમાં વધઉ ડાયમેન્શન રેન્જ 120/75/50, 180/75/65 આટલી છે. તો ઓછામાં ઓછી રેન્જ 40/19/11, 30/25/10 ઓફર કરવામાં આવે છે. આ સ્ટેજ શૂટ્સ માટે છે. જેનું ભાડું 70 હજાર, 80 હજાર, 500 અને સાત હજારની વચ્ચે હોય છે. આ ભાવ આઠ કલાક પર આધારિત હોય છે. જો કોઈ ફિલ્મમેકર 180/75/65ના સ્ટેજ પર પોતાની ફિલ્મનું શૂટિંગ કરવા માંગતો હોય તો તેણે 80 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. આ રેટ આઠ કલાકના શૂટ પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

આ સિવાય ફિલ્મમેકર આઠ કલાકની શિફ્ટ પર મેક-અપ રૂમ ભાડે લઈ શકે છે. જ્યાં ડિલક્સ મેક-અપ રૂમની કિંમત એક હજાર રૂપિયા, જ્યારે સુપર ડિલક્સ અને વીઆઈપી મેક-અપ રૂમની કોસ્ટ અનુક્રમે બે હજાર અને 2500 રૂપિયા હોય છે. ફિલ્મમેકર્સ ટોટલ બિલ સિવાય વધારાનો ખર્ચ પણ આપવાનો હોય છે. જેમાં વીજળી અને 12.36 ટકા સર્વિસ ટેક્સનો સમાવેશ થાય છે.

હાઈલાઈટઃ ફિલ્મિસ્તાન પ્રત્યે ફિલ્મમેકર્સ એટલા માટે આકર્ષિત થાય છે, કારણ કે અહીંયા રેડિમેડ ફિલ્મી સેટ છે. અહીંયા જેલનો ચાર્જ પ્રતિ કલાક દસ હજાર રૂપિયા, પોલીસ સ્ટેશનનો એક દિવસનો ચાર્જ 50 હજાર રૂપિયા, વિલેજ સેટિંગ(65 હજાર, પ્રતિ આઠ કલાક). આ સિવાય અહીંયા આઉટ ડોર શૂટિંગ માટે મંદિર તથા ગાર્ડન પણ છે.

ફિલ્મસિટી

One lakh 50 thousand are studio fare, low cost of a one-day shooting

લોકેશનઃ ગોરેગાંવ

ફિલ્મસિટી અંગેઃ ફિલ્મસિટી એક ઈન્ટિગ્રેટેડ ફિલ્મ સ્ટુડિયો કોમ્પેલેક્સ છે. જે મુંબઈના ઈસ્ટ ગોરેગાંવમાં સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે બનેલો છે. આ સ્ટુડિયો મહારાષ્ટ્ર સરકારે બનાવ્યો છે. જેથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝને સુવિધાઓ મળતી રહે. ભારતીય સિનેમાના પિતામહ દાદા સાહબે ફાળકેના નામ નવું નામ રાખવામાં આવ્યું છે. 60 ટકાથી વધારે ઈન્ડિયન મોશન પિક્ચર્સ, મુંબઈમાં બનતા ટીવી શો અને જાહેરાતોમાં 30 ટકા હિસ્સો ફિલ્મસિટીનો હોય છે.

આ ફિલ્મ થઈ શૂટ શોલે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, જંઝીર, ધ બર્નિંગ ટ્રેન, હમ આપકે હૈં કૌન, 3 ઈડિયટ્સ, ક્રિશ અને લગાન.

ફ્લોર પ્લાન અને રેટ્સઃ સિટીની ઓફર રેન્જ 148/95/45, 140/50/30થી લઈને 89/50/30 અને 50/40/30 સુધીની છે. પહેલાં બે દિવસના શૂટિંગ માટે અહીંયાના ડાયમેન્શન ચાર્જ અનુક્રમે 44 હજાર, 24 હજાર, 17 હજાર અને 9 હજાર છે. આમાં દરેક સ્ટેજમાં વીજળી બિલ અનુક્રમે 28 હજાર, 17, 500, 12, 500 અને દસ હજાર રૂપિયા છે.

હાઈલાઈટઃ

ફિલ્મસિટીમાં અનેક લોકેશન્સ છે. અહીંયા પર્વત, હરિયાળી, ઝરણાં સહિતની નેચરલ વસ્તુઓ મળી જશે. આ સુવિધા મુંબઈના અન્ય કોઈ સ્ટુડિયોમાં નથી. ફિલ્મમેકર્સને અહીંયા રેડીમેડ સેટ્સ બનેલા મળે છે. જેમાં કોર્ટ(પહેલાં બે દિવસ માટે 11 હજાર), પોલીસ સ્ટેશન, બિલ્ડિંગ કોમ્પલેક્સ(બંનેનું પહેલાં બે દિવસ માટે 11 હજાર ભાડું) પણ છે. હોસ્પિટલ બે દિવસના 24 હજારના ચાર્જ પર મળે છે. આ સિવાય મંદિર, હેલીપેડ પણ છે. નોંધનીય છે કે આ સુવિધાઓ માત્ર અહીંયા જ છે. ફિલ્મસિટીમાં 2-3 મોટા ક્લસ્ટર(ખુલ્લા મેદાનો) છે. અહીંયા સામાન્ય રીતે ફિલ્મમેકર્સ ગામનો સેટ બનાવે છે અથવા તો ઐતિહાસિક ફિલ્મ્સના યુદ્ધ સીન શૂટ થાય છે.

ફેમસ સ્ટુડિયોઃ

One lakh 50 thousand are studio fare, low cost of a one-day shooting

લોકેશનઃ મહાલક્ષ્મી, સાઉથ મુંબઈ

સ્ટુડિયો અંગેઃ 1946માં સ્થાપના થઈ હતી.

આ ફિલ્મ થઈ શૂટઃબોલિવૂડની મોસ્ટ ફેમસ ફિલ્મ્સ, ટીવી શો, જાહેરાત છેલ્લાં સાત દાયકામાં અહીંયા શૂટ કરવામાં આવી છે. ફ્લોર પ્લાન અને રેટ્સઃ ફિલ્મમેક્સને અહીંયા 80/30/16, 60/28/17 અને 55/28/17 ડાયમેન્શનની સાથે 30 હજાર, 22 હજાર અને 20 હજાર પ્રતિ આઠ કલાકના હિસાબથી ચાર્જ આપવાનો હોય છે. દરેક સ્ટેજની સાથે સિંગલ મેક-અપ રૂમની સુવિધા પણ આપવામાં આવે છે. નિર્માતાઓ દરેક શિફ્ટમાં એક હજાર રૂપિયા હાઉસકિપિંગ ચાર્જ અલગ આપવાનો હોય છે.

હાઈલાઈટઃ

આ સ્ટુડિયો નિર્માતાને પોસ્ટ પ્રોડક્શન અને એનિમેશનની સુવિધા આપવામાં આવે છે. જે ઈન્ટરનેશનલ સ્તરની હોય છે.

ફિલ્માલય

One lakh 50 thousand are studio fare, low cost of a one-day shooting

લોકેશન : અંધેરી

ફિલ્માલય અંગેઃ

1950માં શશધર મુખર્જીએ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું, જે ફિલ્માલય સ્ટુડિયોથી જાણીતું છે. આ મુંબઈના અંધેરીમાં આવેલું છે. હાલમાં આ સ્ટુડિયોનો હક રામ મુખર્જી(રાનીના પિતા)નો છે. રામ મુખર્જી, શશધ મુખર્જીના મોટા ભાઈ રવિન્દ્ર મોહન મુખર્જીના પુત્ર છે.આ ફિલ્મ્સ થઈ શૂટઃ વિજયપથ, ક્યા કૂલ હૈં હમ, ફિર હેરાફેરી

ફ્લોર પ્લાન અને રેટ્સઃ અહીંયા ફિલ્મમેકર્સ 110/60/27 ડાયમેન્શનના હિસાબે રેટ ચૂકવે છે. તો સેટનું સેટિંગ, ડિસેમેન્ટલિંગનો રેટ 35 હજાર પ્રતિ દિવસ છે. આ સિવાય શૂટિંગ અને લાઈટિંગ માટે 50 હજાર સુધીના બિલ ભરવાના હોય છે. જ્યારે આનાથી મોટા સ્ટેજ માટે 40 હજાર ચૂકવવા પડે છે. તો શૂટિંગ તથા લાઈટિંગ માટે 75 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. દરેક સ્ટેજ માટે ફિલ્મમેકર્સને વીજળીના બિલની અલગ રિસિપ્ટ આપવામાં આવે છે. જેનો ચાર્જ પ્રતિ યુનિટ 18 રૂપિયા છે.

હાઈલાઈટઃ

ખાસ વાત એ છે કે ફિલ્માલય પોતાના ક્લાઈન્ટ્સને મફતમાં મેક-અપ રૂમની ઓફર કરે છે. સ્ટુડિયોની પાસે લગભગ દરેક સ્ટેજ છે. ફિલ્મમેકર્સને બે મેક-અપ રૂમ તદ્દન ફ્રિમાં મળે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,234 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>