સ્ટાર્ટરમાં બનાવો વેજીટેબલ ગ્રીન કબાબ

સામગ્રી

hara-bhara-kebab-cover

* ૧/૪ ચણાની દાળ,

* ૨ ટેબલ સ્પૂન લસણ,

* ૨ ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ,

* ૨ ટેબલ સ્પૂન છીણેલી આદું,

* ૧/૨ કપ બાફેલ વટાણા,

* ૧/૨ કપ પાલક,

* ૧/૨ કપ પીસેલુ પનીર,

* ૧/૨ કપ પાણી

* ૧/૫ ટેબલ સ્પૂન ગરમ મસાલો,

* ૧/૪ કપ બ્રેડનો ભુક્કો,

* ૧/૨ કપ મેંદાનો લોટ,

* ૧/૩ કપ પાણી,

* ૧/૨ ટેબલ સ્પૂન ચાટ મસાલો,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

HaraBharaKabab1

કુકરમાં એક કલાક સુધી પલાળેલી ચણાની દાળ, લસણ, છીણેલી આદું, મરચાની પેસ્ટ અને પાણી નાખીને બરાબર મિક્સ કરીને ૨ વ્હીસલ વગાડવી. હવે કુકરમાંથી આ બધુ મિશ્રણ કાઢીને ચાયણીથી પાણી કાઢી લેવું.

હવે આ ચણાની દાળને મિક્સરના બોક્સમાં નાખીને તેમાં વટાણા, અડધી કલાક સુધી પાણીમાં પલાળેલ પાલક નાખીને અડધી ચમચી જ પાણી નાખી ગ્રાઈન્ડ કરી લેવું. ત્યારબાદ એક બાઉલમાં આ મિશ્રણ કાઢીને તેમાં પીસેલુ પનીર, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, બ્રેડનો ભુક્કો  નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું.

હવે આ મિશ્રણ માંથી નાના નાના ગોળાકાર બોલ્સ બનાવવા. આના માટે એક બાઉલમાં મેંદાનો લોટમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તૈયાર કરેલ ગોળાકાર બોલ્સને તેમાં બોળીને પછી બ્રેડના ભુક્કામાં નાખવા.

આ બોલ્સને ફ્રાઈ કરવા માટે ધીમા તાપે તેલમાં તળવા. જ્યાં સુધી આ બોલ્સ ગોલ્ડન બાઉન કલરના ન થાઇ ત્યાં સુધી તળવા. તમે આને ગરમાગરમ આમલીની ચટણી સાથે પીરસી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,088 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>