સ્કીન માટે વરદાન રૂપ છે મુલતાની માટી, જાણો તેના અન્ય ફાયદાઓ

multani-mitti

*  ચહેરા માટે મુલતાની માટીનો પ્રયોગ કરવો શ્રેષ્ટ માનવામાં આવે છે. આનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. મુલતાની માટી ખાસ કરીને પાકિસ્તાનના મુલ્તાનમાં વધારે મળી આવે છે. આ નાની મોટી બધી દુકાનોમાં કે પાર્લરમાં સરળતાથી અવેઈલેબલ હોય છે. ઘણા લોકો માથાનો ખોડો દુર કરવા માટે આનાથી માથું ધોતા હોય છે.

*  આના ઘણા ફાયદાઓ છે જે તમને ખબર નથી. મોટાભાગે મુલતાની માટીનો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે લોકોને એમ જ થાય છે આને ફેસ પર લગાવવાથી તે ચમકદાર બને છે. પણ અન્ય લાભથી લોકો અજાણ્યા છે, જે અમે તમને જણાવશું.

*  મુલતાની માટીનો ભુક્કો કરીને તેમાં હળદર મેળવી ફેસ પર લગાવવાથી ખીલ દુર થાય છે. આ સિવાય મુલતાની માટીમાં મેગ્નેશિયમ ક્લોરાઈડ હોય છે, જે ત્વચાની કમીઓને પૂરી કરે છે.

*  જો તમારી સ્કીન ઓઈલી હોય તો આની પેસ્ટને તમે ચહેરા પર લગાવી શકો છો.

*  આમાં એન્ટીસેપ્ટિક ગુણ રહેલ છે જે ત્વચા સબંધિત બીમારીઓમાં લાગવામાં મદદ કરે છે. ક્યારેક ક્યારેક તડકામાં વધારે રહેવાથી કે પોલ્યુશનને કારણે ત્વચા કાળી થઈને તેમાં દાગ ધબ્બા પડે છે. આવા સમયે મુલતાની માટીમાં દહીં નાખીને આને ફેસ પર લગાવવું. આનાથી તમને ઘણો ફાયદો થશે.

80

*  જો તમારી સ્કીન કાળી હોય તો તેને ફેઈર બનાવવા માટે મુલતાની માટીમાં મધ, બેસન અને કાકડીનો રસ નાખીને એક પેસ્ટ બનાવો. આ મિશ્રણને ફેસ પર લગાવીને તેને 30 મિનીટ બાદ ધોઈ લેવું.

*  સ્કીન ને ગ્લોઈંગ બનાવવા માટે મુલતાની માટીમાં ટામેટાનો રસ, હળદર અને ચંદરનો પાવડર નાખો. આ પેકને ચહેરા પર દસ મિનીટ સુધી લગાવવું. ત્યારબાદ નવશેકા ગરમ પાણીથી મોઢું ધોઈ લેવું.

*  શું તમારા ફેસ ની સ્કીન ખરબચડી છે? તો અડધી ચમચી મુલતાની માટીમાં દહીં અને ઈંડાનો સફેદ ભાગ નાખવો. આ પેકને ફેસ પર વીસ મિનીટ સુધી રાખવું. પછી ગરમ પાણીથી ફેસ વોશ કરી લેવું.

*  ૧૦૦ ગ્રામ મુલતાની માટીને એક વાટકીમાં પાણી નાખી બે કલાક સુધી પલાળી રાખો. પછી આ મિશ્રણને માથામાં લગાવો. આનાથી વાળમાં રહેલી ગંદકી અને ખોડો દુર થશે. આનાથી તમારા વાળ લાંબા, રેશમી અને સિલ્કી બનશે. માથામાં વાળ હલકા લાગશે અને તમને શીતળતા મળશે.

*  રોજ મુલતાની માટીથી માથું ધોવાથી ખરતા વાળ બંધ થઇ જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,490 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 54

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>