સૌથી વધુ મહેનતાણું લેવામાં છે ફોર્બ્સની યાદીમાં કોમેડિયન કપિલ શર્માનું નામ

2d852fcc-f0be-4f41-a8a8-44af090514aa_Kapil-Sharma-main-image.jpeg.cf_

પ્રસિદ્ધ કોમેડિયન શો ‘ધ કપિલ શર્મા શો’ ના લીડ કોમેડિયન કપિલ સૌથી વધારે પેઈડ કોમેડિયન એક્ટર છે. તેવું અમે નહિ પણ ફોર્બ્સની યાદી કપિલ શર્માનું સ્થાન જણાવે છે. તેની હાલ પોઝીશન 27 માં નંબર છે.

જાણકારીઓ મુજબ કપિલ શર્માએ કમાઈના મામલા માં આલિયા ભટ્ટ, પરિણીતી ચોપરા અને શ્રદ્ધા કપૂર ઉપરાંત ઘણા બધા મોટા મોટા બોલીવુડ સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. તેઓ એક શો માટે 60 થી 80 લાખ રૂપિયા લે છે. જો તેની એક દિવસની કમાણી જોવામાં આવે તો તેમની મહિનાની ઇન્કમ લગભગ 5 કરોડ રૂપિયા થાય.

ઉપરાંત બોલીવુડમાં કપિલ શર્માને જ સૌથી વધારે કમાણી કરનાર સ્ટાર માનવામાં આવે છે. તેઓ પોતાનો શો એટલેકે ‘ધ કપિલ શર્મા શો’ માં સ્ક્રીપ્ટ, પ્રોડક્શન અને એન્કરીંગ પણ જાતે જ કરે છે. કપિલનો આ શો એટલો બધો ફેમસ અને લોકપ્રિય છે કે બોલીવુડના યંગ એક્ટર્સ અને ઓલ્ડ એક્ટર્સ પણ અહી આવવા માટે પડાપડી કરે છે.

કપિલે કમાઈ ના મામલે બી-ટાઉનના યંગ એક્ટર્સને તો પાછળ છોડી જ દીધા જ સાથોસાથ સોનાક્ષી સિંહ, અર્જુન કપૂર, સાનિયા મિર્ઝા અને સુરેશ રૈના પણ પાછળ છે. કપિલની આ કમાણી જોઇને બોલીવુડના સ્ટાર્સને પણ ઝટકો લાગે છે. કમાઈનો આ રેકોર્ડ જોઇને કપિલને બોલીવુડનો નવો ‘મનીબોય’ કહેવાય તો ખોટું નહિ.

તેમની ટીમ પણ જેટલું હસાવે છે તેટલા જ રૂપિયાઓ પણ કમાવે છે. તેની ટીમમાં સુનીલ ગ્રોવેર (ડોકટર) એક એપિસોડના 10 લાખ, અલી અસગર (બીટુ) 5 થી 7 લાખ, સિંધુ 7 થી 10 લાખ, સુમોના (કપિલની પત્ની) 5 થી 7 પ્રતિદિનની કમાણી કરે છે.

Comments

comments


8,456 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 − 4 =