સૌથી વધારે ઇન્ટરનલ મેમરીની સાથે આવનારા 6 સ્માર્ટફોન્સ

ભારતીય માર્કેટમાં એવા સ્માર્ટફોન્સ મળી રહ્યા છે જેમાં યુઝર્સને માટે વધારે ઇન્ટરનલ મેમરી છે તેમાં 128 જીબીની ઇન્ટરનલ મેમરી ડિવાઇસ પણ છે. અહીં આપને બતાવી રહ્યા છીએ એવા સ્માર્ટફોન્સને વિશે જે વધારે ઇન્ટરનલ મેમરી આપી રહ્યા છે.

1. OnePlus One
ઇન્ટરનલ મેમરી- 64GB

સૌથી વધારે ઇન્ટરનલ મેમરીની સાથે આવનારા 6 સ્માર્ટફોન્સ

ભારતીય માર્કેટમાં પહેલાં સાયોનોજન મોડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનારો ફોન વનપ્લસ કંપનીના વન હેન્ડસેટ 64 જીબી ઇન્ટરનલ મેમરી વેરિઅંટની સાથે આવે છે. ફોનમાં યુઝર્સને માટે ઉપયોગને લાયક મેમરી 54-56 જીબીની મળે છે. અન્ય ઓપરેટિંગ સિસ્ટમ એપ્સથી લોડેડ રહે છે. ફોનમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. આટલી મેમરીના ફોનની કિંમત ભારતીય માર્કેટમાં ફક્ત રૂ. 21999ની રાખવામાં આવી છે. વન પ્લસ વનનું એક વેરિઅંટ 16 જીબી પણ છે. તેને ભારતીય માર્કેટમાં લોન્ચ કરાયું નથી.

2. iPhone 6 , iPhone 6 PLus
ઇન્ટરનલ મેમરી- 128GB

1_iphone_1423136019_14231

આઇફોન 6 અને આઇફોન 6 પ્લસ આ બંને મોડલ 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપે છે. આ સિવાય 16 જીબી અને 64 જીબીની ઇન્ટરનલ મેમરી વેરિઅંટ પણ છે. 128 જીબીની ઇન્ટરનલ મેમરીના વેરિઅંટમાં યુઝર્સને વાપરવાને માટે 114 જીબીની મેમરી મળે છે. ફોનની કિંમત ઘણી વધારે છે. 128 જીબીની મેમરી વેરિઅંટ (આઇફોન 6)ની કિંમત રૂ. 66550ની વચ્ચે અને સાથે 128 જીબીના ફેબલેટની કિંમત આઈફોન 6 પ્લસની કિંમત રૂ. 75500ની છે. એપલના આઇફોનમાં મેમરી કાર્ડ સપોર્ટ મળતા નથી.

3. Xiaomi Mi4
ઇન્ટરનલ મેમરી – 64GB

Xiaomi Mi4

શ્યાઓમીનો લેટેસ્ટ સ્માર્ટફોન Mi4ને 28 જાન્યુઆરીએ ભારતીય માર્કેટમાં લોન્ચ કરાયો હતો. ફોનમાં વન પ્લસ વનની જેમ 3 જીબીની રેમ અને સાથે 64 જીબીની મેમરી વેરિઅંટ છે. હાલમાં ભારતીય માર્કેટમાં ફક્ત 16 જીબીની વેરિઅંટ મળી રહે છે. 16 જીબીના વેરિઅંટની કિંમત રૂ. 19999ની રાખવામાં આવી છે. તે વન પ્લસ વનની સરખામણીમાં વધારે છે. જલ્દી તેને 64 જીબીના મેમેરી વેરિઅંટમાં લોન્ચ કરવાની આશા રાખવામા આવી રહી છે.

4. Motorola Nexus 6
ઇન્ટરનલ મેમરી – 64GB

Motorola Nexus 6

મોટોરોલાનો નેક્સસ 6 પણ બે મેમરી વેરિઅંટમાં લોન્ચ કરાયો હતો. તેમાં એક 32 જીબી અને અન્ય 64 જીબીને ફ્લિપકાર્ટ પર લવાયા હતા. તેમાં 64 જીબીની કિંમત રૂ. 48999ની રાખવામાં આવી હતી. આ ફોનને યુઝર્સને માટે 55 જીબીની ઇન્ટરનલ મેમરીને માટે વાપરી શકાય છે. અન્ય સિસ્ટમ એપ્સને માટે વાપરવામાં આવે છે.નેક્સસ 6ના 32 જીબીના મેમરી વેરિઅંટની કિંમત રૂ. 43999ની રાખવામાં આવી હતી. ફોનમાં મેમરી વધારવાને માટે કોઇ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા નથી.

5. HTC One (M8)
ઇન્ટરનલ મેમરી – 32GB

HTC One (M8)

HTCના આ સ્માર્ટફોન 2014માં ટોપ ફોન્સમાંનો હતો. ફોનમાં 32 જીબી ઇન્ટરનલ મેમરીની સાથે 2 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં યુઝરને માટે વાપરવા લાયક મેમરી 25-26 જીબીની હોય છે. ફોનમાં 16 જીબીનું મેમરી વેરિઅંટ પણ આપવામાં આવે છે. આ સિવાય 128 જીબી સુધી કાર્ડની મદદથી મેમરી વધારવાની સુવિધા મળી રહે છે. ફોનની કિંમત ભારતીય માર્કેટમાં રૂ. 46999ની રાખવામાં આવી છે.

6. Samsung Galaxy Note 4
ઇન્ટરનલ મેમરી – 32GB

Samsung Galaxy Note 4

2014ના સૌથી ચર્ચિત ફોનમાં ગેલેક્સી નોટ 4માં પણ 32જીબીની ઇન્ટરનલ મેમરી વેરિઅંટ છે. ફોનમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. 16 જીબીનું વેરિઅંટ ભારતીય માર્કેટમાં મળી રહે છે. ફોનની કિંમત રૂ. 54624ની રાખવામાં આવી છે. 128 જીબી સુધી કાર્ડની મદદથી ફોનની મેમરીને વધારી શકાય છે. લિસ્ટમાં આપવામાં આવેલા ફોન્સ સિવાય પણ અનેક સ્માર્ટફોન્સ મળી રહે છે જેમાં 32 જીબીની મેમરી છે. કોઇમાં 2 જીબીની રેમ છે અને કોઇમાં કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,125 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>