સૌથી કિંમતી વસ્તુ શું છે? | જાણવા જેવું

gujarati sahitya stories in janvajevu.com

એક પ્રખ્યાત અધ્યક્ષે પોતાના હાથમાં પાંચસો ની નોટ લહેરાવતા પોતાનો સેમિનાર શરુ કર્યો. હોલમાં બેસેલા સેંકડો લોકોને અધ્યક્ષે પૂછ્યું,’આ પાંચસો ની નોટ કોણ લેવાનું છે?’ બધાએ હાથ ઉઠાવવાનું શરુ કર્યું.

પછી તેમણે કહ્યું. ‘હું આ નોટ તમારા માંથી કોઈ એક ને આપીશ પરંતુ, તેની પહેલા મને આ કરી લેવા દો.’ અને ત્યારબાદ તેણે તે નોટને પોતાની મુઠ્ઠીમાં કચડી નાખી (ડૂચો કરવો) અને પછી તેને પાછુ પૂછ્યું, ‘કોણ છે જે  હજુ પણ આ નોટને લેવા માંગે છે?’ હજુ પણ લોકોએ હાથ ઉઠાવવાનું શરુ જ રાખ્યું.

‘સારું’ તેણે કહ્યું.’ જો હું આ કરી દવ?’ અને તેને નોટને નીચે પાડીને પગથી કચડવાની શરૂ કરી દીધું. ત્યારબાદ તેને નોટ ઉઠાવી, તે નોટ ખુબજ ગંદી થઇ ગઈ હતી.

‘શું હજુ પણ કોઈ છે જે આને લેવા માંગે છે?’ અને એકવાર ફરી હાથ ઉચો કરવાનું શરુ થઇ ગયું.

‘મિત્રો’, તમે લોકોએ આજે એક ખુબજ મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે. મે આ નોટ સાથે ઘણું બધું કર્યું છતા પણ તમે આ નોટને લેવા માંગો છો. કારણકે આ બધું કરવા છતા નોટની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, તેનું મુલ્ય હજુ પણ 500 જ છે.

gujarati sahitya stories in janvajevu.com

જીવન માં ઘણી વખત આપણે પડીએ છીએ, હારીએ છીએ. આપણે લીધેલ નિર્ણય આપણને ક્યારેક બેકાર (સત્યાનાશ) કરી નાખે છે. આપણને એવું લાગવા લાગે છે કે અમારી કોઈ કિંમત જ નથી. પરંતુ, તમારી સાથે કઈ પણ થયું હોય કે ભવિષ્યમાં જો થઇ જાય તો, તેનું મુલ્ય ઓછુ નથી થતું. આજ સ્પેશ્યલ છે, આ વાતને ક્યારેય ન ભૂલવી.

ક્યારેય વિતાવેલા દિવસની નિરાશાને આવનાર કાલના સપનાને બરબાદ ન કરવા દો. હંમેશા યાદ રાખવું કે તમારી પાસે જે સૌથી કિંમતી વસ્તુ છે, એ છે તમારું જીવન.

Comments

comments


12,030 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 9 =