તમે એ તો જાણતા જ હશે કે કોઈપણ સેલેબ્રિટી કોઈ જાહેરાત (એન્ડોર્સમેન્ટ, એડ) કરે તો તેના માટે તેઓ કરોડો વસુલે છે. પણ શું એ ખબર છે કે સોશિયલ મીડિયા એટલેકે કે ફેસબુક, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ, યુટ્યુબ વગેરેમાંથી તેઓ કેટલો કમાય છે?
આજે એજ અમે તમને જણાવશું. કોઈ સેલેબ્રિટી પોતાના સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુઓની જાહેરાત કરતા હોય છે જેમકે, શેમ્પુ, ઘડિયાળ, બેગ, પર્સ, કપડાઓ અને અન્ય…. આ વસ્તુઓને જાહેરાત કરવા માટે તેઓ તે બ્રાંડ પાસે કરોડો રૂપિયા વસુલે છે, જેથી અન્ય લોકો તે બ્રાંડ/સ્ટોર સાથે જોડાય.
આના માટે પોતાના સોશિયલ મીડિયામાં વધારે ફોલોવર્સ હોવા જરૂરી છે. જેથી તેમની પ્રોડક્ટને વધારે લોકો જોઈ શકે અને તેને પર્ચેઝ કરે. જેમકે…
જો કોઈ સેલેબ્રિટીના YouTube માં 10,00,00 થી 50,00,00 ફોલોવર્સ હોય તો તેમને માત્ર એક જ પોસ્ટ માટે 12500 ડોલર એટલેકે 8.5 લાખ રૂપિયા મળે છે.
તેવી જ રીતે Facebook માં 10,00,00 થી 50,00,00 ફોલોવર્સ હોય તો તેમને એક જ પોસ્ટ માટે લગભગ 6250 ડોલર એટલેકે 4.2 લાખ રૂપિયા મળે છે.
જયારે Twitter માં 10,00,00 થી 50,00,00 ફોલોવર્સ હોય તો સેલેબ્રિટીને એક પોસ્ટ માટે 2000 ડોલર એટલેકે 1.3 લાખ રૂપિયા કમાય છે.