જેમ જેમ સેમસંગના ગેલેક્સી એસ6ની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અફવાનું જોર વધી રહ્યું છે. હાલમાં મળી રહેલા રિપોર્ટ પ્રમાણે ગેલેક્સી એસ6 ગ્લાસ બોડીનો આ ફોન ગ્લાસ બોડી સાથે આવી શકે છે. તેમાં નોન રિમૂવેબલ બેટરી પણ હોઇ શકે છે. કોરિયન સાઇટ ડીડેલીના જણાવ્યા પ્રમાણે સેમસંગ ગેલેક્સી એસ6ની બોડીને મેટલની સાથે ગ્લાસની મદદથી બનાવાશે. આ ફોનની બેક સાઇડ પર સોની એક્સપીરિયા ઝેડ3 જેવો ક્લાસીક ગ્લાસ પેનલનો લૂક આપવામાં આવ્યો છે. આ પહેલાંની લીક્સમાં માનવામાં આવી રહ્યું હતું કે ગેલેક્સી એસ6 મેટલ બોડી સાથે આવશે પરંતુ હવે કંપનીએ તેને નકારી દીધો છે.
હાલમાં જે માહિતિ કંપની દ્વારા લીક કરવામા આવી છે તેમાં સેમસંગ એસ6નું એક સ્પેશિયલ વર્ઝન તૈયાર કરાઇ રહ્યું છે જેમાં બે એજ ડિસ્પ્લે હોઇ શકે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરાય તો સેમસંગ ગેલેક્સી એસ6 એજને ઘણેઅંશે ડિસ્પેલ ફીચર્સમાં ગેલેક્સી નોટ એજના જેવો બનાવવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી S6 મા વીડિયો થોડા દિવસ પહેલાં જ પોસ્ટ કરવામાં આવ્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે સેમસંગ ગેલેક્સી S6માં સેમસંગ નોક્સ એપ પહેલાંથી જ અપડેટેડ આવશે.
અન્ય સાઇટ સૈમ મોબાઇલના જણાવ્યા પ્રમાણે ગેલેક્સી એસ6ના સોફ્ટવેરને ઘણે અંશે નોટ એજ જેવું બનાવાયું છે. ફોનને યુનીક બનાવવાની સાથે સેમસંગમાં એક- બે ચીજોને આપવામાં આવી છે. પહેલાં આપની સુવિધાને પ્રમાણે લેફ્ટ અને રાઇટ પેનલને એક્ટિવેટ કરી શકો છો. આ સિવાય તેમાં ગ્લાન્સ લાઇટિંગ ફીચર પણ છે જેનાથી કોલ કે નોટિફિકેશનની સાથે ફોનની એજ પણ એક્ટિવેટ થશે અને સાથે તમારા ફેવરિટ કોન્ટેક્ટ્સને શોધીને તેને વિશેષ કલર પણ આપી શકાય છે. ફોનની એજ બળી જવા પર લાઇટનો કલર જોઇને ખબર પડે છે કે નોટિફિકેશન્સ કયા કોન્ટેક્ટની તરફથી આવી રહ્યા છે.
હાલમાં જે માહિતિ મળી રહી છે તેમાં ડ્યુઅલ એજ સેમસંગ ગેલેક્સી એસ6 એજ SM-G925 મોડલ હશે. આ ફોનના સાઇડ પેનલ્સને ઇન્ટરફેસ નોટ એજ જેવું બનાવવામાં આવી રહ્યું છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર