સેમસંગે લોન્ચ કર્યો લો બજેટ 4G સ્માર્ટફોન, કિંમત રૂ, 9999

Samsung 4G smartphone launched a low-budget, Rs, 9999

સેમસંગે પોતના એક નવો 4G સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યો છે. કંપનીએ નવા સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ 4G ને ભારતમાં લોન્ચ કર્યો છે. તમને જણાવી દઇએ કે કંપપનીનો આ સ્માર્ટફોન માર્ચ મહિનામાં લોન્ચ કરવાની હતી પરંતુ કોઇ કારણો સર કંપનીએ અત્યારે લોન્ચ કર્યો છે. જો ખબરોનુ માનીએ તો સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ 4G ને 9,999 રૂપિયામાં વેચાણ માટે મુકવામાં આવ્યો છે. તમને બજાવી દઇએ કે આ ફોન કંપનીની અધિકારીક વેબસાઇટ પર લિસ્ટ કરવામાં નથી આવ્યો.

શુ છે ખાસ

કંપની આ સ્માર્ટફોન સાથે કેટલીક ઓફર્સ પણ આપી રહી છે. આ સ્માર્ટફોન ખરીદવા પર યુઝર્સને એયરટેલમાં 3GB ફ્રિ 4G ડેટા મળે છે.

ફિચર્સ

Samsung 4G smartphone launched a low-budget, Rs, 9999

સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ 4G સ્માર્ટફોન TDD-LTE (2300) 4G નેટવર્ક સપોર્ટ કરે છે. આ ફોનનુ 3G વેરિએન્ટ પહેલેથી ભારીતય બજારમાં ઉપલબ્ધ છે.

ફોનના બાકીના ફિચર્સ વિશે વાત કરીએ તો તે એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સાથે સાથે ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોનમાં કંપનીએ 4.5 ઇંચની ડિસ્પ્લે આપી છે જે 480*800 પિક્સલ રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે. પાવરની વાત કરીએ તો સેમસંગના આ ફોનમાં 1.2 GHz ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. તેમાં 1 GB રેમ આપવામાં આવી છે.

મેમરી ફિચરની વાત કરીએ તો તેમાં 8 GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 64 GB સુધી વધારી શકાય છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે 5 મેગાપિક્સલ રિયર કેમેરો અને 2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપ્યો છે.

ગેલેક્સી કોર પ્રાઇમ 4G માં બોડી ડાયમેન્શન 131.3*68.4*8.8 mm છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 3G, GPRS/ EDGE, વાઇ-ફાઇ 802.11 b/g/n, માઇક્રો-USB, NFC, A-GPS અને બ્લ્યૂટૂથ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં 2000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે. જોકે કંપની તરફથી ફોનમાં બેટરી બેકઅપ વિશે કોઇ જાણકરી આપવમાં નથી આવી

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,607 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>