સેમસંગે લોન્ચ કર્યો લો બજેટ વાળો સ્માર્ટફોન ‘ગેલેક્સી J1 Mini’

1292015103538AM_635_samsung_galaxy_j1

સેમસંગે ફિલિપાઈન્સમાં બજેટ ડિવાઇસ ‘Galaxy J1 Mini’ ને લોન્ચ કર્યો છે. કંપની એ આજ સ્માર્ટફોન ને બાંગ્લાદેશ માં ‘J1 Nxt’ ના નામથી લોન્ચ કર્યો છે. જેની કિમત  88 ડોલર એટલે કે 5,900 રૂપિયા છે. આ સ્માર્ટફોન 4 ઇંચ ટીએફટી નું ડિસ્પ્લે ધરાવે છે.

આ ફોનમાં 1.2GHz ક્વોડ કોર પ્રોસેસરની સાથે 0.75GB ની RAM આપવામાં આવી છે. આની ઇન્ટરનલ મેમરી 8GB  ની છે, જેણે માઇક્રો એસડી કાર્ડની મારફતે 128 GB સુધી કરી શકાય છે. આ સ્માર્ટફોન 5.1 લોલીપોપ ઓએસ પર આધારિત છે. આમાં 4 ઇંચનું ટીએફટી ડિસ્પ્લે હશે, જેનું  રિઝોલ્યુશન 480×800 પિક્સલનું હશે.

samsung_galaxy_j3_china_listing

ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો આમાં 5 મેગાપિક્સલનો રિયર અને 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે યુએસબી 2.0, જીપીએસ, વાઇફાઇ 802 અને બ્લૂટૂથ 4.0 વગેરે જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે આ ફોનમાં એલઇડી ફ્લેશ નથી અને આની બેટરી 1,500 mAh ની છે. આ ફોનને કંપની ભારતમાં લોન્ચ કરશે કે નહિ એ અંગે કંપનીએ કઈ જણાવ્યું નથી. જો આ ફોન ભારતમાં લોન્ચ થશે તો Moto E સામે પડકાર રૂપ સાબિત થશે.

Comments

comments


9,555 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4