સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન

સેમસંગે ભારતમાં પોતાની A અને E સિરીઝ લોન્ચ કરી છે. આ બંને સિરીઝમાં ચાર સ્માર્ટફોન, ગેલેક્સી A3,A5,E5, અને E7 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન્સમાં કેટલાક કોમન ફિચર છે. આ ચાર સ્માર્ટફોનમાં 1.2GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 SoC છે અને આ એન્ડ્રોઇડ 4.4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે. ગેલેક્સી A3 અને A5નું વેચાણ આગામી અઠવાડીયામાં શરૂ થવા જઇ રહ્યું છે. જ્યાં ગેલેક્સી E5 અને E7નું વેચાણ 20 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે.

સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન

સેમસંગ ગેલેક્સી A3

સેમસંગ ગેલેક્સી A3

સેમસંગના આ નવા સ્માર્ટફોનમાં 4.5 ઇંચ qHD sAMOLED ડિસ્પ્લે, 1 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી, માઇક્રો એસડી કાર્ડ સ્લોટ છે. આમાં 1900 mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 8એમપી રીયર કેમેરા અને 5 એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 20,500 નક્કી કરવામાં આવી 

સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન

સેમસંગ ગેલેક્સી A5

સેમસંગ ગેલેક્સી A5

આ સ્માર્ટફોનમાં 5 ઇંચ HD sAMOLED ડિસ્પ્લે, 2જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી, માઇક્રો-એસડી કાર્ડ સ્લોટ છે. આમાં 2300mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 13 એમપી રિયર કેમેરા અને 5 એમપી ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 25,500 રાખવામાં આવી છે.

સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન

સેમસંગ ગેલેક્સી E5

સેમસંગ ગેલેક્સી E5

સેમસંગની E સિરીઝનો ગેલેક્સી E5માં 5 ઇંચ HD sAMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. 1.5 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી, માઇક્રો-એસડી કાર્ડ સ્લોટ છે. આમાં 2400mAh બેટરી છે. આ ફોનમમાં 8 એમપી રિયર કેમેરા અને 5 એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 19,500 રાખવામાં આવી છે.

સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન

સેમસંગ ગલેક્સી E

સેમસંગ ગલેક્સી E

આ ફોનમાં 5 ઇંચ HD sAMOLED ડિસ્પ્લે. 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી, માઇક્રો-એસડી કાર્ડ સ્લોટ છે. આ ફોનમાં 2950 mAhની બેટરી છે અને ફોનમાં 13 એમપી રિયર અને 5 એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 23,000 નક્કી કરવામાં આવી છે.

Comments

comments


3,838 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 40