સુશાંતસિંહ રાજપૂત ની એક્સ ગર્લફ્રેન્ડ કરશે બોલીવુડમાં ડેબ્યુ

ankita-lokhande-300513

ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી પ્રસિદ્ધિ મેળવનાર એક્ટ્રેસ અને અભિનેતા સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ હાલ બોલીવુડમાં ડેબ્યુટન્ટ કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે ને બોલીવુડમાં મોટો બ્રેક મળવા જઈ રહ્યો છો. પોતાનો એક્સ બોયફ્રેન્ડ સુશાંત સાથે બ્રેકઅપ બાદ અંકિતા પોતાના કરિયરને એડજસ્ટ કરી રહી છે. આ કોઈ નાની મોટી ફિલ્મ નથી પણ વર્તમાનમાં ‘ગોલીઓ કી રાસલીલા – રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી બ્લોકબસ્ટર હીટ ફિલ્મ આપનાર ‘સંજયલીલા ભંસાલી’ ની ફિલ્મ છે.

ખરેખર, ડિરેક્ટર સંજય લીલા ભણસાલી એક મોટા બજેટની બાયોપિક ફિલ્મ ‘પદ્માવતી’ બનાવવા જઈ રહ્યા છે. તેમાં તેઓ અંકિતાને સાઈડ રોલ માટે કાસ્ટ કરવાના છે. આ ફિલ્મનો રોલ પહેલા ‘બાજીરાવ મસ્તાની’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ કરનાર અને સંજયની ફેવરીટ હિરોઈન દીપિકા પાદુકોણને અપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મમાં એક બ્રેક મળે તે માટે અંકિતા ઘણા સમયથી સંધર્ષ કરી રહી હતી અને ફાઈનલી તેને મોટો અને પરફેક્ટ બ્રેક મળી જ ગયો.

Comments

comments


5,502 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 10