સુવિચાર: સમય ઘણું બધું શીખવી જાય છે, અચૂક શેર કરો….

shutterstock_212341759

*  જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે

*  યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે

*  પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે

*  તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ, કારણકે જીવન સમયનું બનેલું હોય છે

*  આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે

*  જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે

*  જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાય આપણે કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ

*  સમય મહાન ચિકિત્સક છે

*  મીનીટોની ચિંતા કરો, કારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે

*  સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે

*  સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી

*  સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે

*  સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી

*  સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ.

Comments

comments


14,597 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 3 =