સુરતી સ્પેશીયલ ગ્રીન પાવભાજી

IMG_2504_1661088470.hero

તમારા પરીવાર ની સાથે આજે જ માણો સુરતી સ્પેશીયલ ગ્રીન પાવ ભાજી

બાફવા માટે ની સામગ્રી

* ૩૦૦ ગ્રામ બટાકા
* ૨૫૦ ગ્રામ ફોલેલા વટાણા  ,
* ૨૦૦ ગ્રામ ફ્લાવર
* ૨૦૦ ગ્રામ રીંગણ
* ૨૦૦ ગ્રામ દૂધી
* જરૂર પ્રમાણે પાણી
* મીઠું સ્વાદાનુસાર
* ગ્રેવી માટે ની સામગ્રી :
* ૫૦૦ ગ્રામ લીલી ડુંગળી ઝીણી સમારેલી,
* ૩૦૦ ગ્રામ સૂકી ડુંગળી ઝીણી સમારેલી,
* ૧ બાઉલ લીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા ,
* ૫૦૦ ગ્રામ કોથમીર ઝીણી સમારેલી,
* ૧ બાઉલ સૂકા લસણની કળી ઝીણી સમારેલી,
* ૫૦૦ ગ્રામ લીલું લસણ ઝીણું સમારેલું ,
* ૨૦૦ ગ્રામ પાલક ઝીણી સમારેલી,
* ૨૦૦ ગ્રામ કેપ્સીકમ ઝીણું સમારેલું,
* ૨૦૦ ગ્રામ ટામેટા ઝીણું સમારેલું,
* ૧ ચમચી લીલી હળદર નો નાનો ટુકડો ની પેસ્ટ પીળી,
* ૧ ચમચી સૂકી હળદર,
* ૧૦૦ ગ્રામ આદું ની પેસ્ટ,
* ૧૦૦ ગ્રામ લીલી મરચી ની પેસ્ટ ,
* મીઠું સ્વાદાનુસાર,
* ૨૫૦ ગ્રામ તેલ,
* ૨૦૦ ગ્રામ બટર
* પેસ્ટ માટે ની સામગ્રી :
* ૨૦૦ ગ્રામ કોથમીર ઝીણી સમારેલી,
* ૨૦૦ ગ્રામ પાલક ઝીણી સમારેલી,
* ૧ બાઉલ લીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા,
* ૨ ચમચી ખાંડ,
* લીંબુનો રસ -૨ નંગ
* ચટણી માટે ની સામગ્રી :
* ૧૦૦ ગ્રામ કોથમીર ઝીણી સમારેલી,
* ૫૦ ગ્રામ પાલક ઝીણી સમારેલી,
* ૧/૨ બાઉલ સૂકા લસણની કળી ઝીણી સમારેલી,
* ૫૦ ગ્રામ લીલું લસણ ઝીણું સમારેલું,
* ૨ ચમચી આદું મરચી ની પેસ્ટ,
* મીઠું સ્વાદાનુસાર,
* ૨ ચમચી લીંબુનો રસ
* ૧/૨ ચમચી સૂકી હળદર,
* ૧૦૦ ગ્રામ તેલ
* સલાડ માટે ની સામગ્રી :
* ૨૦૦ ગ્રામ સૂકી ડુંગળી ઝીણી સમારેલી,
* ૧૫૦ ગ્રામ ટામેટા ઝીણું સમારેલું,
* ૧૦૦ ગ્રામ ખારી સિંગ
* ૨ ચમચી કોથમીર ઝીણી સમારેલી,
* મીઠું સ્વાદાનુસાર,
* ૨ ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત

સૌપ્રથમ બટાકા , ફોલેલા વટાણા, ,ફ્લાવર,રીંગણ,દૂધી બધી સામગ્રીને પ્રેશરકૂકરમાં ૧ ગ્લાસ પાણી સાથે મીઠું સ્વાદાનુસાર નાખી બાફી લો

પેસ્ટ માટે ની રીત

કોથમીર, પાલક, લીલી ડુંગળી ના પાન, ખાંડ અને લીંબુનો રસ આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને પેસ્ટ બનાવો

12074490_1178942202122586_2561296295580860083_n

ચટણી માટે ની રીત

એક પેન માં તેલ ગરમ કરી, તેમાં હિંગ, ચાર-પાંચ મીઠા લીમડાના પાન નાંખી, તેમાં , ૧/૨ બાઉલ સૂકા લસણની કળી ઝીણી સમારેલી, ૨ ચમચી આદું મરચી ની પેસ્ટ નાંખી ૧ મિનિટ સાંતળી તેમાં સૂકી હળદર ઉમેરી, ઝીણી સમારેલી કોથમીર, પાલક,લીલું લસણ,તૈયાર કરેલી પેસ્ટ ૪ ચમચી, મીઠું સ્વાદાનુસાર અને લીંબુનો રસ ઉમેરી 6 થી 7 મિનિટ સાંતળવીબધી સામગ્રી ફાસ્ટ ને તાપે સાંતળવી અને સતત હલાવતા રહો. ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો

સલાડ માટે ની રીત

સૂકી ડુંગળી, ટામેટા, ખારી સિંગ, કોથમીર, લીંબુનો રસ,મીઠું સ્વાદાનુસાર બધી સામગ્રી મિક્સ કરી સલાડ તૈયાર કરી લો.

ગ્રેવી માટે ની રીત

સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ કરી, તેમાં હિંગ ,લીલી ડુંગળી ઝીણી સમારેલી, સૂકી ડુંગળી ઝીણી સમારેલી, જરૂર પ્રમાણે સૂકી હળદર નાંખી બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવી પછી તેમાં ટામેટા, મીઠું સ્વાદાનુસાર નાંખી, ટામેટા બરાબર ચડી જાય અને તેલ છુટું પડે એટલે તેમાં બાફેલા વટાણા, બટાકા , ફ્લાવર, રીંગણ, દૂધી બધા શાક મેસ કરી મિક્સ કરવું. ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરી ધીમા ગેસ પર ૧૦ મિનીટ ચડવા દો તેને બરાબર હલાવો. ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો

ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરી, તેમાં હિંગ, ચાર-પાંચ મીઠા લીમડાના પાન,સૂકા લસણની કળી ઝીણી સમારેલી નાંખી ૧ મિનિટ સાંતળી પછી તેમાં આદું મરચી ની પેસ્ટ, લીલી હળદર ની પેસ્ટ અને સૂકી હળદર, નાંખી સાંતળવી, પછી કેપ્સીકમ ઝીણું સમારેલું નાંખી ૨ મિનિટ સાંતળી, ત્યારબાદ તેમાં થોડો લીલી ડુંગળી ઝીણી સમારેલી નાંખી ૩-૪ મિનિટ સાંતળી,પછી તેમાં લીલી ડુંગળી ના પાન, કોથમીર પાલક નાંખી ૪ -૫ મિનિટ સાંતળવી.ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી ,મીઠું સ્વાદાનુસાર ઉમેરીને ૪ -૫ મિનિટ સાંતળવી બધી સામગ્રી ફાસ્ટ ને તાપે સાંતળવી અને સતત હલાવતા રહો ચડી જાય પછી ઉપરની તૈયાર કરેલી ગ્રેવી મિક્સ કરી તેમાં પાવ ભાજી મસાલો, જરૂર પ્રમાણે મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને 6 થી 7 મિનિટ ઉકાળો., પછી ગેસ પરથી ઉતારી તેમાં બટર ઉમેરી દો. ગરમા ગરમ ભાજી તૈયાર

1308831041351_Pav Bhaji

ત્યારબાદ પાઉંભાજીના બ્રેડને વચ્ચેથી સહેજ કાપી,માખણ ,ધાણા પાઉડર અને લાલ મરચું પાઉડર લગાડી કાપી,ઢોકળાના કૂકરમાં પાણી નાખી કૂકરની ડીશ પર તેલ ચોપડો અને પાઉં મૂકી બાફી લેવો, ત્યારબાદ શેકી લેવા.

ગરમા ગરમ ભાજી ને પાઉં, પાપડ, ચટણી અને સલાડ સાથે પરીવાર ની સાથે માણો સુરતી સ્પેશીયલ ગ્રીન પાવ ભાજી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,330 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>