ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનિકાંત તેમની આગામી ફિલ્મ લિંગાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા તે ટળી ગઈ છે. બોલિવૂડ અભિનેતા રજનિકાંતની ફિલ્મ લિંગાની વિરુદ્ધ કન્ટેન્ટ ચોરી કરી હોવાના જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધા છે. આરોપ હતો કે લિંગા ફિલ્મની સ્ક્રિપ્ટની ચોરી મુલ્લાઇ વનમ ૯૯૯માંથી કરવામાં આવી છે.
હિયરિંગ બાદ મદ્રાસ હાઈકોર્ટે કેસને રદ કરી દીધો હતો. મદ્રાસ હાઈકોર્ટની બેંચે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરી ન થઇ હોવાનું પોતાનાં તારણમાં જણાવ્યું હતું અને તેથી આ આરોપો રદ કર્યા હતા.
આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા,રજનિકાંત અને અનુશ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આગામી ૧૨મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું પ્રોડક્શન રોકલાઇન વેન્કટેશે કર્યું છે અને એ. આર. રહેમાને મ્યુઝિક આપ્યું છે.