માનવામાં આવે છે કે સેક્સ એ સુખી લગ્ન જીવન ની ચાવી છે. પણ બધા લોકો ની મૂંઝવણ હોય છે કે કેટલું સેક્સ કરવાથી લગ્ન જીવન ખુશ ખુશાલ થઇ જાય. આગળ લોકો નીં અને સેક્સ નિષ્ણાંતો નું માનવું હતું કે તમે તમારા જીવન સાથી સાથે જેટલું વધારે સેક્સ કરો તેટલું વધારે તેને ખુશ રાખી શકો. પરંતુ હાલની રીસર્ચ માં મોટાભાગના લોકો એ આ વાત ને નકારી છે.
નિષ્ણાંતો નું કેહવું છે કે એક વાત સાચી છે કે જેટલું વધારે તમે તમારા પાર્ટનર સાથે સેક્સ માણો તેટલું તેને ખુશ રાખી શકો પણ જો તમે અઠવાડિયા માં એક વાર પણ સેક્સ માણો તો પણ તમે તમારા પાર્ટનર ને તેટલું જ ખુશ રાખી શકો છો. સંશોધન વખતે એવા કેટલાક મુદ્દા બહાર આવ્યા છે જે બતાવે છે કે તમારા સાથીને ખુશ રાખવા દરરોજ સેક્સ કરવું જરૂરી નથી. ઘણા બધા દેશ માં જઈને ૩૦ હાજર જેટલા વિવાહિત જોડીઓ અને લાંબા સમય થી એક બીજા સાથે રિલેન્શીપ માં રહેલા જુગલો ને જયારે સુખી દામ્પત્ય જીવન માટે પૂછવામાં આવ્યું તો બધાએ જણાવ્યું કે તેઓ અઠવાડિયા માં એક વાર સેક્સ માણે છે અને તે જ તેમના સુખી દામ્પત્ય જીવનનું કારણ છે.
લોકો નું માનવું છે કે લાંબી સેક્સ લાઈફ માટે વન નાઈટ સ્ટેન્ડ, વિકલી હુક અપ, કમ્ફર્ટેબલ સેક્સ જેવી વસ્તુઓ ખુબજ મહત્વ છે. જો તમે ચાહતા હો કે તમારો અને તમારા પાર્ટનર નો સેક્સ પ્રત્યે લગાવ, ઉત્સાહ અને જોશ આખા લગ્ન જીવન દરમિયાન એકસમાન બની રહે તો દરરોજ સેક્સ કરવાનું તાળી અઠવાડિયા માં એક વાર સેક્સ કરવાનું રાખો. આમ કરવાથી બંને નો સેક્સ પર્ત્યેનો જોશ અને ઉત્સાહમાં વધારો થતો દેખાશે.
સેક્સ નિષ્ણાંત ટીમ ના જણાવ્યા અનુસાર, તેમના તેમના રીસર્ચ માં જાણવા મળ્યું કે મેરીડ કપલ શરૂઆત માં તો એક બીજાને વધારે ખુશી આપવા માટે દરરોજ સેક્સ માણતા પણ લાંબા સમય પછી તેમને એહસાસ થયો એક અઠવાડિયા મેં એક વાર સેક્સ માણવા થી પણ તેટલીજ અને તેનાથી પણ વધારે ખુશી મળે છે. આના પાછળ નું એક કારણ એક પણ છે કે જો તમે અઠવાડિયા માં એક વાર સેક્સ માણો તો તમારા માં સેક્સ કરવાનો વધરે જોશ, ઉત્સાહ અને કઈક નવી રીતે સેક્સ કરવાની ઈચ્છા તમારી અને તમારા પાર્ટનર ખુશી બમણી કરી દે છે.
લોકોની આવી વિચાર ધારણા હોઈ છે કે સ્ત્રી કરતા પુરુસો વધુ સેક્સ માણવાનું ઈચ્છે છે, અને મોટી વય ના કપલો ઓછુ સેક્સ ઈચ્છે છે. પણ રીસર્ચ અનુસાર બહાર આવ્યુ છે કે સેક્સ જેવા વિષય માં જાતી, ઉમર અને લાંબી થી કોઈ ફરક પડતો નથી આતો બસ માણસ ની ઈચ્છા ખુશી અને જોશ પર આધાર રાખે છે. ભલે તમે કોઈ પણ જાતિના કે ઉમર ના હોઉં પણ તમારા સેક્સ પર્ત્યે જોશ અને ઈચ્છા હોવી જરૂરી છે.
તો અમે આશા રાખીએ છીએ કે આ બ્લોગ થી તમને ઘણું એવું જાણવા મળ્યું હશે કે જે તમે પેહલા જાણતા નોહતા. હમને આશા છે કે અમારા બ્લોગ તમારા માટે ઉપયોગી બની રહે છે અને સેક્સ પ્રત્યે પુરતું જ્ઞાન મળે છે. આગળ પણ આવી જ બીજી જાણકારીયો લઈને આવીશું, તો વાચતા રહો અમારા બ્લોગ.