સુકી મેથીમાં છુપાયેલ છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણ

Danamethi-Fenugreek-Seeds

મેથીની ખેતી બધા પ્રદેશોમાં થાય છે. આના લીલા પાંદડામાંથી શાક બનાવી શકાય છે. સુકી મેથીના દાણાનો ભીક્કો કરીને લાડુ બનાવવામાં આવે છે. જો પ્રેગ્નેટ મહિલા આ લાડુ ને ખાય તો તેને તાકાત મળે છે. ચાલો જાણીએ આના ફાયદાઓ…

*  એક જગ્યાએ થી જયારે બીજી જગ્યાએ જયારે આપણું સ્થળાંતર થાય ત્યારે પાણી અને ભોજન બદલાવવાથી આપણી હેલ્થ ખરાબ થાય છે. ખરુંને…? આના માટે મેથી ઉપયોગી છે. આ મેથીમાં હળદર, સુંઠ અને સુકી લીલી હળદરને એક સાથે મેળવીને સવારે સાંજે ભોજન બાદ બે ચમચી જેટલું ખાવું. આનાથી મોસમી બદલાવ થી તમારી હેલ્થ પર અસર નથી થાય.

*  અપચ, ગેસ અને કબજીયાત જેવી તકલીફ ને દુર કરવા માટે મેથીના દાણાનું સેવન કરવું.

*  મેથીના દાણા માંથી પ્રોટીન, ફાઈબર, વિટામીન સી, નૌસીન, પોટેશિયમ, આયર્ન અને અલ્કાલાડ્યુસ મળે છે. મેથીના દાણા વાળની મજબૂતી વધારે છે, આનાથી વાળ મુલાયમ અને ઘાટા (ગ્રોથ) બને છે.

*  એક સર્વે અનુસાર મેથી સેક્સ પાવર ને વધારવામાં સક્ષમ છે. આ સર્વે દરમિયાન મેથીનો ઉપયોગ કરતા લોકોની સેક્સ ક્ષમતામાં ચાર ગણો વધારો થયો. આ સીધી રીતે આદમીઓ ના સેક્સ હાર્મોન્સ ને વધારવાનું કામ કરે છે. તેથી આનું સેવન કરવું. આ યૌન ક્ષમતામાં અતિશય વૃધ્ધિ કરે છે.

*  જો મેથીના દાણામાં એક ચમચી મધ અને લીંબુનો રસ નાખીને ખાવામાં આવે તો તાવ, ગળાની બળતરા જેવી અન્ય સમસ્યાથી તમને લાભ મળશે.

*  અધ્યયન અનુસાર મેથી શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે.  મેથીની તાસીર ગરમ હોય છે.

*  જો તમે પીઠ ના દુઃખાવો (બેક પેન) થી પરેશાન હોવ તો આજે જ મેથી ખાવાનું ચાલી કરી દો. તમને આની અસર ૩૦ થી ૩૫ દિવસો માં જ જણાશે.

*  ૩૦ વર્ષની ઉંમર બાદ મહિલાઓ કમજોર થવા લાગે છે. તેથી જો આનું સેવન કરવામાં આવે તો તેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સાંધાના રોગો નહિ થાય.

Comments

comments


10,448 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 5