સુકી દ્રાક્સ ખાવાના આ ગુણકારી ફાયદા જાણીને તમે રોજ ખાશો

kishmish-picture-1534545471

જનરલી દ્રાક્સ બાળકોથી લઇને વૃદ્ધોને પસંદ જ હોય છે. આ એક હેલ્ધી પદાર્થ છે. આનું સેવન કરવાથી તમારું શરીર હષ્ટપુષ્ટ અને સ્વસ્થ રહેશે.

સુકી દ્રાક્સ એ એક ખાટુ-મીઠુ ડ્રાયફ્રુટ છે, જે દ્રાક્ષને સુકવીને તૈયાર કરવામાં આવે છે. આમાં પણ દ્રાક્ષના તમામ ગુણો સમાયેલા હોય છે. દુઘના લગભગ તમામ તત્વો કિશમિશમાં હોય છે. દુધના અભાવમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે કોઈ પણ રોગી માટે તે વિશેષ રીતે લાભદાયક છે. ઘણા રોગોમાં તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. જેથી આજે અમે તમને કિશમિશના કેટલાક ઔષધીય ગુણો વિશે જણાવાના છે.

* દ્રાક્સ દુધની સરખામણીમાં જલ્દી પચે છે. કિસમિસના નિત્ય સેવનથી થોડા જ દિવસોમાં રસ, રક્ત, શુક્ર વગેરે ધાતુઓમાં વૃધ્ધિ થાય છે. વૃદ્ધાવસ્થમાં કિશમિશનો પ્રયોગ ન માત્ર સ્વાસ્થની રક્ષા કરે છે પરંતુ પણ આયુષ્ય વધારે છે.

* કિશમિશના બીજ કાઢી તેમાં લસણની એક કળી નાંખી ખાવાથી હાઈબ્લડપ્રેશરમાં આરામ મળે છે.

* કિશમિશ 12 નંગ, ખારેક પાંચ નંગ, છ નંગ મખાના દુધમાં મિક્ષ કરી તેનુ સેવન કરવાથી શરીર મજબૂત બને છે. જે લોકોનુ બલ્ડપ્રેશર ઓછુ રહે છે તેમણે હંમેશા પોતાની પાસે મીઠાવાળી મોટી કિશમિશ રાખવી જોઈએ. તે બલ્ડપ્રેશરને સામાન્ય કરવાનો સૌથી આસાન ઉપાય છે.

green-raisin-1204169

* ગળામાં તકલીફ રહેતી હોય તો સવાર-સાંજ ચાર-પાંચ મોટી દ્રાક્સ ખુબ ચાવીને ખાઓ અને તેનું પર પાણી પીઓ. નિરંતર દસ દિવસ સુધી આ પ્રયોગ કરવો.

* દસ કિશમિશ રોજ અંજીર સાથે સવારે પાણીમાં પલાળી દો. રાત્રે ઉંઘતા પહેલા દ્રાક્સ અને અંજીરને દુધ સાથે ઉકાળી તેનુ સેવન કરો. આવુ ત્રણ દિવસ કરો. ગમે તેટલો તાવ હશે તે તરત ગાયબ થઈ જશે.

* રાત્રે લગભગ 10થી 12 કિશમિશને ધોઈ પાણીમાં પલાળી દો. ત્યારબાદ સવારે ઉઠી કિશમિશના બીજ કાઢી કિશમિશ સારી રીતે ચાવીને ખાઈ જાઓ.

* ભુખ ન લાગતી હોય તો સરખી માત્રામાં દ્રાક્સ, હરડે અને સાકરને પીસી ચટણી બનાવી લો. તેને પાંચ ગ્રામની માત્રામાં, થોડા મધ સાથે મિક્ષ કરી દિવસમાં બે વાર સેવન કરવું. રોજ કિશમિશ દુધમા ઉકાળીને તેમાં ઘી તથા સાકર નાંખીને પીવાથી વજન વધે છે.

* આંખની રોશની વધારવામાં, નખ સંબંધી બિમારી, સફેદ ડાઘ, મહિલાઓમાં ગર્ભાશયની સમસ્યામાં કિશમિશ લાભપ્રદ છે.

* રોજ રાતે સુતા પહેલા દુધમાં ઉકાળેલી 11 કિશમિશ ખુબ ચાવી ખાઓ અને ત્યારબાદ તે દુધ પી જાઓ. આ પ્રયોગ કરવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,956 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>