જયારે આપણે બહાર ભોજન લેવા જઈએ છીએ ત્યારે દુકાનદાર આપણને ન્યુઝપેપરમાં લપેટીને આપે છે. કદાચ ન્યુઝપેપરમાં વીટેલ ભોજન તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે તમે નહી જાણતા હોવ, પણ આ પોસ્ટ વાંચ્યા બાદ તમે આ પ્રકારનું ભોજન અવોઇડ કરશો.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અનુસાર પેપરમાં વ્રેપ કરેલ ભોજન માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે.
જયારે પેપર છાપવામાં આવે છે ત્યારે તેમાં ઉપયોગ થતી સ્યાહી (શાહી, ink) માં ડિસસોલબુટીલ ફથ્લેટ નામના કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ જોખમી કેમિકલ થી તમારી પાચન શક્તિ મંદ પડી જાય છે.
ફટાફટ શાહી ને સૂકાવવા માટે આમાં અમુક કેમિકલ્સ મેળવવામાં આવે છે. જયારે આ પેપરમાં ભોજન મુકવામાં આવે છે ત્યારે શાહી આમાં ચોંટી જાય છે. આનાથી તમને મૂત્રાશય અને ફેફસાનું કેન્સર થઇ શકે છે.