શું તમારી વૉટ્સઅપ ચેટ કોઇ વાંચી રહ્યું છે?

Caution .... read any of your chat is WhatsApp

આજના સ્માર્ટફોન યુગમાં યુવાઓ કોલીંગ અને એસએમએસ કરતા પણ વધારે વૉટ્સઅપમા સંપર્કથી જોડાયેલા છે. સ્માર્ટફોન યુઝર્સ ખાસ કરીને મોટા ભાગની વાતે કે મેસેજ વૉટ્સઅપ ચેટીંગ દ્વારા કરતા હોય છે. પરંતુ આ ચેટ પર વૉટ્સઅપ યુઝર્સ સિવાય અન્યનું પણ ધ્યાન રહેલું હોય છે. તમારે પ્રાઇવસી જાણવવી હોય તો વૉટ્સઅપ, ગુગલ અને માઇક્રોસોફ્ટથી દુર જ રહો. આવુ અમે નથી કહેતા પરંતુ પ્રાઇવસી માટે કામ કરવાવાળી એક સંસ્થાના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ઇલક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશનના હાલના રિપોર્ટ ‘હૂ હેઝ યોર બેક’માં દુનિયાની સૌથી મોટી ટેકનિકલ કંપનીઓને તેમના યુઝર્સના ડેટા બાબતે ટ્રાન્સપરન્સી અને સેફ્ટીના આધાર પર રેન્કિંગ આપી છે. એકબાજુ વૉટ્સઅપને સૌથી ખરાબ રેટિંગ મળ્યું છે. તો એપ્પલ અને ડ્રોપબોક્સને પ્રાઇવસીની બાબતે સૌથી સારૂ બતાવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે સૌથી ખરાબ રેટિંગ વૉટ્સઅપને મળ્યા છે. વૉટ્સઅપની સાથે અમેરિકાની સર્વિસ પ્રોવાઇડર કંપની એટીએન્ડટીને પણ સૌથી ખરાબ રેટિંગ આપવામાં આવ્યું છે. વૉટ્સઅપ ભલે ફેસબુકનો ભાગ બની ગયું હોય પરંતુ બન્નેનુ રેટિંગ અલગથી કરવામાં આવ્યું છે. ફેસબુકને પોલીસી શેરીંગને છોડીને તમામ બાબતોમાં સારુ રેટિંગ મળ્યું છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, અમે આ વર્ષે જ વૉટ્સઅપને લિસ્ટમાં સામેલ કર્યું છે અને કંપનીની પાસે આખા વર્ષ દરમિયાન સમય હતો, જેનાથી તે ખુબીઓ પર કામ કરી શકે. જોકે, અમારા રેટિંગમાં કોઇ સુધારો આવ્યો નથી.

સંસ્થાએ એપ્પલ, ડ્રોપબોક્સ, વર્ડપ્રેસ અને યાહુને પુરેપુરા માર્કસ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2011માંથી આધાર પર રિપોર્ટ તૈયાર કરી રહેલી કંપનીએ કેટલાક ફેરફાર કર્યા છે. માયસ્પેસ કંપનીઓને લીસ્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. કંપનીએ માપદંડોના આધારે ગુગલ અને માઇક્રોસોફ્ટને પણ સારા રેટિંગ આપ્યા નથી.

Caution .... read any of your chat is WhatsApp

કંપનીએ આ પોઇન્ટ્સને બનાવ્યા આધાર…

(1) યૂઝર્સ ડેટા સિક્યુરિટી માટે શું કરવામાં આવે છે?
(2) શું કંપની યુઝર્સને બતાવે છે કે સરકારે તેના વિશે જાણકારી માંગી છે?
(3) શું કંપનીએ તમામ પોલીસી યૂઝર્સ સાથે શેર કરી છે?
(4) શું કંપની માહિતી આપે છે કે, સરકારે કોઇ ખાસ કંટેન્ટને હટાવવા માટે કહ્યું છે?
(5) શું કંપની સરકારને પાછલા બારણેથી યુઝર્સના ડેટા વાપરવા માટે આપે છે?

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,870 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>