‘સારા ઝમાના હસીનો કા દિવાના’ એ ફિલ્મ ‘કાબીલ’ નું આઈટમ સોંગ છે. જોકે આ ફિલ્મ અમિતાભ ની ફિલ્મ ‘યારાના’ નું રીમેક સોંગ છે.
સોંગ જે હોય તે પણ આમાં એક્સ મિસ યુનિવર્સલ અને ઇન્ટરનેશલ બ્યુટી ઉર્વશી રૌતેલા નો હોટ અને સીઝ્લીંગ અંદાજ બતાવવામાં આવ્યો છે. સોંગમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. કાલે આ સોંગને મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી ફિલ્મ ‘કાબિલ’ ને લઈને હ્રીતિક રોશન અને યામી ગૌતમ જ ચર્ચામાં હતા. પણ હવે આમાં ઉર્વશીનું નામ પણ ચર્ચામાં છે. સોંગમાં ઉર્વશીની અદાઓ જોઈ ચોક્કસ તમે તેના કાયલ થઇ જશો.
‘સારા ઝમાના હસીનો કા દીવાના’ સોંગમાં રફતાર અને પાયલ દેવે સુંદર અવાજ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ યારાના નું આ સોંગ તે જમાનામાં ચાર્ટબસ્ટર રહ્યું હતું. તેથી હવે જોવાનું રહ્યું કે ઉર્વશીની ગ્લેમરસ અદાઓથી ભરપૂર આ સોંગ અને ફિલ્મ કેટલું હીટ રહે છે.
https://www.youtube.com/watch?v=plJTJKoPAZk