સામગ્રી
* ૩ કપ ઢોસા ઉતપ્પમ,
* જરૂરત મુજબ પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧ ટેબલ સ્પૂન બટર,
* ૨ ટેબલ સ્પૂન સમારેલ ડુંગળી,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ ટામેટાં,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ ગાજર,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ ધાણા,
* ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચા,
* ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો.
રીત
એક બાઉલમાં ઢોસા ઉતપ્પમ (ખીરું) નાખી જરૂરત મુજબ પાણી નાખવું પછી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર હલાવી લેવું. ત્યારબાદ ઢોસાની તવીમાં પાણી છીડકવું અને એક કપડાથી પાણી સાફ કરવું. પછી નોનસ્ટીક ઠંડુ થાય એટલે ઢોસા નું ખીરું આમાં ગોળ રાઉન્ડની જેમ નાખવું.
ત્યારબાદ ઉતપ્પમની આજુબાજુ બટર નાખવું. પછી આની ઉપર સમારેલ ડુંગળી, સમારેલ ટામેટાં, સમારેલ ગાજર, સમારેલ ધાણા, સમારેલ લીલા મરચા અને ગરમ મસાલો નાખી આને ઉલટું કરી સેકાવવા દેવું. ત્યારબાદ તૈયાર છે ઓનિયન ઉતપ્પમ.