હવે ગુગલના Nexus 6 માં મળી શકે છે 7000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Google  was cheaper Nexus 6, can get discounts of up to Rs 7000

ગુગલનો ફ્લેગશિપ સ્માર્ટફોન હવે ભારતીય બજારમાં 10,000 રૂપિયા થયો છે. એટલે કે, ભારતીય માર્કેટમાં નેક્સેસ 6 32GB સ્માર્ટફોન હવે 34999 રૂપિયામાં મળી શકે છે.

કિંમતમાં કેટલો ઘટાડો થયો

ઓક્ટોબરમાં જ્યારે આ ફોન લૉન્ચ થયો ત્યારે ફોનની કિંમત 44999 રૂપિયા રાખવામાં આવી હતી. હવે 32GB વાળા આ વેરિએન્ટ ફ્લિપકાર્ટ પર 34999 રૂપિયામા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ તરફથી વધારાની એક્સચેન્જ ઓફર ચલાવાઇ રહી છે. જેમાં યૂઝર્સ પોતાના જૂના મોબાઇલને એક્સચેન્જ કરીને 5000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ત્યાર બાદ તેની કિંમત 29999 રૂપિયા થઇ જશે. આ ઉપરાંત 64GB વેરિએન્ટ 49999 રૂપિયામાં લૉન્ચ થયો હતો. હવે તે પણ 39999 રૂપિયામાં મળશે અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પછી તે 34999 રૂપિયામાં મળશે.

આ કિંમતને ફ્લિપકાર્ટ સુધી જ સિમિત રાખવામાં આવી છે. તમને બતાવી દઇએ કે ફ્લિપકાર્ટ મોટોરોલાનો એક્સક્લુઝીવ પાર્ટનર છે. ગુગલ સ્ટોર પર હજુ પણ બન્ને સ્માર્ટફોનની કિંમત લૉન્ચ કરેલી પ્રાઇસમાં જ દર્શાવે છે.

પહેલીવાર નથી ઘટી કિંમત

તમે એવું વિચારતા હોય કે, નેક્સેસે પહેલીવાર કિંમતમાં ઘટાડો કર્યો છે તો એવું નથી, આ વર્ષમાં મેમાં જ નેક્સેસ 6 32GB વેરિએન્ટ 36999 રૂપિયા સસ્તો થઇ ગયો હતો. કુલ મળીને ફ્લિપકાર્ટ પર એક્ચેન્જ ઓફરની સાથે આ ફોન પર 7000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

મોટોરોલોની ડિઝાઇન

Google  was cheaper Nexus 6, can get discounts of up to Rs 7000

ગુગલના Nexus 5ની સરખામણીમાં Nexus 6ની ડિઝાઇનમાં મોટું અંતર દેખવા મળેશે. આ ફોનમાં ગુગલે હાર્ડવેર પાર્ટનેરની રીતે મોટોરોલાને પસંદ કરી છે. સર્ક્યુલર કોર્નર બોડીની સાથે આ ફોનમાં મેટલ રિંગ આપવામાં આવી છે. આવી જ ડિઝાઇન મોટોરોલા એક્સમાં પણ જોવા મળી હતી. ખુબ જ સારા ડિસ્પ્લે ફિચર્સની સાથે આ ફોનનો સારો વ્યુઇંગ એન્ગલ આપ્યો છે. સામેની બાજુએ ડ્યુલ ફ્રન્ટ સ્પીકર્સ આપ્યા છે જ થોડાક થોડાક મોટો Eની ડિઝાઇનના જેવા જ છે.

ફ્રન્ટ બોડીમાં કોઇ બટન નથી આપ્યું, આ ઉપરાંત, ફિઝીકલ બટન, વોલ્યુમ બટનને રાઇટ સાઇડ આપવામાં આવ્યું છે. વેબસાઇટ કેમેરાની સાથે મોટોરોલાનો લોગો આપ્યો છે. નવી ડિઝાઇનને લઇને મોટો X માં ફ્લેશ કેમેરાની સાથે ઇનબિલ્ટ આપવામાં આવી છે. કર્વ્ડ બેન્કની સાથે હાથમાં પકડવાની સાથે સારી ગ્રીપ આપે છે. ડિઝાઇનમાં મોટો ફેરફાર કર્યો છે.

નોટ 4થી ખુબ સારું ડિસ્પ્લે રિઝોલ્યુશન

Google  was cheaper Nexus 6, can get discounts of up to Rs 7000

નેક્સેસ 6મા લગભગ 6 ઇંચની સ્ક્રીન (5.95 ઇંચ) આપવામાં આવી છે. તેની સાથે 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે(3840*2160 પિક્સલ રિઝોલ્યુશન) મળે છે. આ ઉપરાંતે ફોનમાં 493 પિક્સલ પ્રતિ ઇંચની ડેન્સિટી આપવામાં આવી છે. આ નોટ 4થી વધુ સારું છે. નોટ 4માં 1440×2560 રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે.

કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શનની સાથે 16:9નો એસ્પેક્ટ રોશો આપવામાં આવ્યો છે. આ ફોન પિક્સલ રિઝોલ્યુશન અને પિક્ચર ક્વૉલીટી માટે ખુબ સારો સાબિત થાય તેમ છે.

પાવર

Google  was cheaper Nexus 6, can get discounts of up to Rs 7000

આ ફોનમાં 2.7 GHzનું ક્વાલકોમ સ્નેપડ્રેગન 805 ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. એડ્રિનો 420 ગ્રાફિક્સ પ્રોસેસરની સાથે નેક્સેસ 6 લગભગ LG G3 અને સેમસંગ ગેલેક્સી નોટ 4 જેવા ફોન્સની ટક્કરમાં આવી ગયા છે. સ્નેપડ્રેગન પ્રોસેસર સારા પરફોર્મન્સ માટે આપવામાં આવ્યું છે. એડ્રોનો પ્રોસેસર સારા ગ્રાફિક્સ અને HD ગેમિંગ માટે આપવામાં આવ્યું છે. 3GB રેમની સાથે વધુ પરફોર્મન્સ અને 32GB/64GB સ્ટોરેજ ઓપ્શનની સાથે ફોનમાં માઇક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપ્યો છે. નેક્સેસ 6ના ફિચર્સના હિસાબથી આ ખુબ સારો ફોન સાબિત થશે.

કેમેરા ફિચર્સ

Google  was cheaper Nexus 6, can get discounts of up to Rs 7000

13 મેગાપિક્સલ રિયર કેમેરાની અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇશનના કારણે નેક્સેસ 6ની ફોટો ક્વૉલિટી પણ વધુ સારી છે. નેક્સેસ 6નોં f/2.0 લેન્સ 4K (HDથી 4 ગણું વધારે સારી વીડિયો ક્વૉલિટી) વીડિયો શુટ કરી શકે છે. તેની 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. જે 720 પિક્સલ HD વીડિયોને રોકોર્ડ કરી શકે છે. કુલ મળીને ફોટોગ્રાફીના શોખીન લોકો માટે આ ખુબ સારો ફોન સાબિત થઇ શકે છે.

બેટરી અને ચાર્જિંગ

Google  was cheaper Nexus 6, can get discounts of up to Rs 7000

આ ફોનમાં 3220 mAh બેટરી આપવામાં આવી છે. સુપર ચાર્જ ફિચર્સ ફક્ત 15 મિનીટના ચાર્જિંગમાં 6 કલાકમાં કામ કરે છે. 3220 mAhની બેટરી ફૂલ ચાર્જ થવા પર 24 કલાકનો ટોકટાઇમ આપે છે. ચાર્જિંગ ફિચર્સની સાથે બેટરીમાં સેવિંગ મોડ પણ આપવામાં આવ્યો છે. જે બિનજરૂરી એપ્સમાં બેટરીને વપરાતી અટકાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,555 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>