સવારે ઉઠતા જ તમારી દિનચર્યામાં શામેલ આ કામ, જાણો કેવી રીતે બગાડી શકે છે તમારું સ્વાસ્થ્ય અને મુડ….
સવારે ઉઠતા જ બેડ ટી પીવાની આદત હોય, તો આને છોડવામાં જ ભલાઈ છે. કારણકે, સવારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ. ખાલી પેટે ચા પીવાથી ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પેદા થાઈ છે. આખો દિવસ તમારા પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. સારા મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) માટે સવારે ઉઠતા જ તમારે સૌથી પહેલા બે-ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ.
બ્રેકફાસ્ટ સ્કીપ કરવાની આદત છે, તો આ પણ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. સવારે બ્રેકફાસ્ટ ન કરવાનો અર્થ છે બીમારીઓને આમંત્રણ આપવું. નાસ્તો ન કરવાથી તમે મોટાપો, ડાયાબિટીસ અને ઇમ્યુનિટી (રોગપ્રતિરક્ષા) નો શિકાર બની શકો છો. જો તમે સવારે નાસ્તો ન કરતા હોઉં તો ભૂખ લાગવાના કારણે તમે આખો દિવસ અનહેલ્ધી ચીજોનું સેવન કરવા લાગો છો.
સવારે ઉઠતા જ ફોન અને લેપટોપ પર કામ કરવા લાગો છો, તો આ પણ તમારો દિવસ ખરાબ કરી શકે છે. આમ કરવાથી તમારી આખી દિનચર્યા અવ્યવસ્થિત થઈ જાઈ છે અને ઘણી વાર સવારે ઉઠતા જ મૂડ ખરાબ થઈ જાય છે , જેને કારણે તમે જીમ જવાનું પણ અવોઇડ કરો છો.
સવારે ઉઠતા જ માંસપેશીઓને પહેલા ધીરે-ધીરે વાર્મ અપ કરો. ઉઠયા બાદ જમણી તરફ ફરીને બેડ પરથી ઉઠો. આનાથી તમારી એનર્જીમાં સંતુલન જળવાઇ રહે છે. સવારે ઉઠતા જ્યુસ ક્યારેય ન પીવું. કારણકે આનાથી પણ ગેસ થઈ શકે છે અને ફાસ્ટફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ.