સલમાન પર ચડ્યું છે ગીત ગાવાનું હેંગઓવર, ફિલ્મ ‘સુલતાન’ માં પણ ગાશે ગીત

Salman-Khan-AIBA-Award-hf-wallpapers

આ બજરંગી ભાઈજાન ના ફેન માટે ખુશખબરી છે. સલમાને ફિલ્મ ‘કિક’ માં ‘હેંગઓવર’ સોંગ અને ફિલ્મ ‘હીરો’ માં ‘મે હું હીરો તેરા’ સોંગ ગાયું હતું. લાગે છે સલમાન એક્ટર માંથી સિંગર બનવા માંગે છે ત્યારે જ તો હવે ફિલ્મ ‘સુલ્તાન’ માટે ગીત ગાવા જઈ રહ્યા છે.

જાણકારી અનુસાર બોલીવુડના ‘બજરંગી ભાઈજાન’ એટલે કે સલમાન ફિલ્મ સુલતાન માં ‘જગ ઘુમીયા’ નામનું ગીત ગાશે. આ ગીતને ન ફક્ત સલમાન પર બનાવવામાં આવ્યું પણ આ ગીતને ફિલ્મનો હિસ્સો પણ બનાવવામાં આવ્યો છે.

આ ફિલ્મના નિર્માતા, યશ રાજ ફિલ્મ્સ છે. આમાં અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. સલમાન ખાનની આ ફિલ્મ ‘ઈદ’ ના તહેવાર પર રીલીઝ થશે. આ ફિલ્મ માં સલમાન અખાડામાં કુસ્તી કરતા નજરે આવશે. ‘જગ ઘુમીયા’ ફિલ્મ એ એક પ્રકારનું સેલિબ્રેશન સોંગ છે, જેમાં સલમાન અખાડામાં કુસ્તી કરતા સમયે મળેલી સફળતાને વ્યક્ત કરવા માટે ગાશે.

આ ઉપરાંત સલમાન ફિલ્મ ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘હીરો’ ના સોન્ગ્સમાં પોતાનો જાદુઈ અવાજ આપી ચુક્યા છે. લાગે છે કે સલમાન ખાન બેસ્ટ પ્લેબેક સિંગરનો અવોર્ડ લઈને જ જંપશે. એટલે તો એક પછી એક ફિલ્મમાં સોંગ ગાવાનો હેંગઓવર ચડ્યો છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સુલતાન’ ની સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ પણ રીલીઝ થશે.

Comments

comments


4,695 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 15