સલમાન ખાને જેલમાં વિતાવેલા દિવસો પર ફિલ્મ બનશે

સલમાન ખાને જેલમાં વિતાવેલા દિવસો પર ફિલ્મ બનશે

સલમાન ખાને જોધપુરમાં કાળા હરણનો શિકાર કર્યો હતો અને તે માટે તેણે થોડા દિવસો જોધપુરની જેલની હવા પણ ખાધી હતી તે તો સહુ કોઇ જાણે છે. પરંતુ હવે નવી વાત એ છે કે, બોલીવૂડમાં એવી ચર્ચા છે કે સલમાન ખાનના કાળા હરણના શિકાર મામલે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ મામલા પર અંતિમ ફેંસલો ૨૫ ફેબુ્રઆરીીએ આવે એવી શક્યતા છે. પરંતુ ફિલ્મનુ શૂટિંગ મુંબઇના ફિલ્મસ્તાન સ્ટૂડિયોમાં શરૃ થઇ ગયું છે.

અભિનેતા જોધપુરની જેલમા હતો ત્યારે તે કેદી નંબર ૨૧૦ના નામે ઓળખાતો હતો. એ વખતે મહેશ સૈની નામનો એક અન્ય કેદી પણ તેની સાથે જેલમાં હતો.

આ મહેશ સેની હવે અભિનયની કારકિર્દી કેદી નંબર ૨૧૦ નામની ફિલ્મથી શરૃ કરી રહ્યો છે જે સલમાન ખાન કાળ હરણના કેસ પર આધારિત છે. મું મુંબઇના ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં શૂટિંગ પૂરું થતાં જ તેઓ આ મહિનાના અંતમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં પણ શૂટિંગ કરશે.આ ફિલ્મમાં મહેશ કેદીનું પોતાનું જ પાત્ર ભજવશે.

સલમાન ખાને જેલમાં વિતાવેલા દિવસો પર ફિલ્મ બનશે

ફિલ્મસર્જક રણજીતે કહ્યું હતું કે,” સલમાને શિકાર કરવા જે જિપ્સીનો ઉપયોગ કર્યો હતો તે પણ ફિલ્મમાં દર્શાવશું અને એટલું જ નહીં જિપ્સીની ડ્રાઇવર હરીશ ધુલાનીને પણ ફિલ્મમાં સાઇન કર્યો છે.

જાણવા મળેલ મુજબ રણજીત છેલ્લા એક દસકાથી આ કેસ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે.ફિલ્મસર્જક કોઇ પણ પ્રકારની અટકળોથી ડરતો નથીતેણે જણાવ્યું હતું કે, ” હું જોધપુરનો રહેવાસી છું. મેં જોઇતી અનુમતી લઇ લીધી છે. ૨૫ ફેબુ્રઆરીએ આ કેસ પર અંતિમ ફેંસલો સંભળવામાં આવશે ત્યારે હું કોર્ટરૃમ દ્રશ્યનું શૂટિંગ કરવાનો છું. ”

જોકે રણજીતે આ ફિલ્મમાં સલમાન ખાનને લીધો નથી કે નથી અભિનેતાની બાયોપિક. તેણે જણાવ્યું હતું કે, સલમાન જેવા દેખાતો ઉસમાન ખાન સલમાનનું પાત્ર નિભાવી રહ્યો છે. ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફના પાત્ર માટે હું નવી અભિનેત્રીઓને સાઇન કરવાનો છું. હુ સલમાનનો ચાહર છું, તે મને બહુ પ્રિય છે. ફિલ્મમાં સલમાનની ખોટી છબી દર્શાવામાં આવશે નહીં.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,705 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 24