સલ્લુ મિયાના ફ્રેન્ડસ માટે ખુશખબરી છે. તાજેતરમાં સલમાન ખાન પોતાની સગાઈને લઈને હેડલાઈન્સ પર છે. ખબર એવી છે કે સલમાન ખાને પોતાની રોમાનિયાની ગર્લફ્રેન્ડ લુલીયા વન્તુર સાથે સગાઈ કરી લીધી છે.
રોમાનિયન મીડિયા અનુસાર આવી રહેલ ખબરોમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ખાને લુલીયા સાથે સગાઈ કરી લીધી છે. વાસ્તવમાં, 5 અઠવાડિયા પહેલા રોમાનિયા પછી ફરી લુલીયાના હાથમાં એક અંગુઠી જોવા મળી. આને જોઇને એમ લાગ્યું કે આ સગાઈની અંગુઠી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ બંને આવતા વર્ષે લગ્ન પણ કરશે.
આ પહેલા સલમાન અને લુલીયાની ડેટિંગની ખબરો પણ આવી હતી અને બંને એકસાથે પણ દેખાયા હતા. ગયા વર્ષે સલમાનની નાની બહેન અર્પિતાના લગ્નમાં પોતાના રિલેશનશીપનો પણ સ્વીકાર કર્યો હતો. આના પહેલા સલમાન ખાન કહી ચુક્યા છે કે હું આવતા વર્ષે પોતાને પરણિત જોવા માંગું છુ અને મારા બંને ભાઈઓ હંમેશાં મારી સાથે જ રહેશે. જોકે, સલમાને લુલીયા સાથે સગાઈની વાત પર ખાતરી આપી નથી. સલમાન ખાનના ફેન્સ જાણવા માટે ઉત્સુક છે કે સલમાન લગ્ન ક્યારે કરશે.