સલમાન અને રણવીર સિંહ જોવા મળશે ધૂમ 4 માં

fefefrgy6u

બોલીવુડ ના જાણીતા ફિલ્મ મેકર આદિત્ય ચોપડા સલમાન ખાન અને રણવીર સિંહ ને લઈને ફિલ્મ ‘ધૂમ’ ની નવી સીરીઝ ‘ધૂમ-4’ બનાવવા જઈ રહ્યા છે.

હાલમાં આ ફિલ્મની કાસ્ટ ને લઈને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ ધૂમ ની નવી સીરીઝ આવી રહી છે જેમાં યુવા એક્ટર રણવીર સિંહ જોવા મળશે. જોકે, ઘૂમ સીરીઝ ને લઈને દર્શકો માં એક અલગ જ ઉમંગ જોવા મળે છે.

આ એક એવી સીરીઝ છે જેમાં હીરો વિલેન નો રોલ કરે છે. મીડિયા ની જાણકારી અનુસાર આ ફિલ્મ રણવીર સિંહ અને સલમાન ખાન ને અપ્રોચ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે  આ ફિલ્મ ના નિર્માતા આદિત્ય ચોપડા છે. આમાં યુવામાં ફેમસ હીરો રણવીર ને ફસ્ટ પ્રાયોરીટી આપવામાં આવશે. જયારે વિલેન ના રૂપે ધૂમ 4 માં સલમાન ખાન જોવા મળશે. આની પહેલા પણ સલમાન ખાન વિલેન ના રોલ તરીકે ફિલ્મ ‘કિક’ માં જોવા મળ્યા છે. આ બંને સ્ટાર ને એકસાથે જોવા માં દર્શકો ને ખુબ મજા આવશે.

તમને જણાવી દઈએ કે  રણવીર સિંહ હાલમાં ફિલ્મ ‘બેફીક્રે’ ના શુટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની ફીમેલ કો-સ્ટાર તરીકે વાણી કપૂર છે. જ્યારે સલમાન અત્યારે ફિલ્મ ‘સુલતાન’ માં બીઝી છે. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા પણ જોવા મળશે.

જણાવી દઈએ કે ધૂમ ની આગલી શ્રેણી એટલે કે ધૂમ-2 માં હ્રીતિક રોશન અને એશ્વર્યા રાય જોવા મળી હતી જયારે ધૂમ-3 માં આમીર ખાન અને કેટરીના કેફ જોવા મળ્યા હતી.

Comments

comments


6,295 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 × = 18