સલમાનને તેના પરિવારે બાંધી રાખ્યો નથી: અરબાઝ

 

સલમાનને તેના પરિવારે બાંધી રાખ્યો નથી: અરબાઝ

પોતાની દરેક ફિલ્મમાં ભાઇની હાજરી હોવી જોઇએ એવી લોકોની અપેક્ષા પર કટાક્ષ

બોલીવૂડના સ્ટાર સલમાન ખાનની તારીખો મળવી સહેલી નથી તેના ભાઇ અરબાઝ ખાને પણ કબૂલ કર્યું હતું કે, ભાઇની તારીખો મેળવવા માટે તેણે પણ વર્ષો સુધી રાહ જોવી પડી હતી. સલમાન સાથે ‘દબંગ’ તેમજ તેની સિકવલ બનાવનારા અરબાઝે તેના ભાઇ સાથે કામ કરવું સરળ હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો.

‘તેની તારીખો મેળવવા માટે એકાદ-બે વર્ષ સુધી રાહ જોવી પડે છે પરંતુ, એક વાર ફિલ્મ સાઇન કરી લે પછી તેની સાથે કામ કરવું ઘણું સરળ છે. અમે એકબીજાના મનની વાત તરત જ સમજી જઇએ છીએ. જો કે સર્જનાત્મક બાબતે થતી દલીલોને તમે ટાળી શકતા નથી પરંતુ, આ બધા સાથે પણ તમે સારી રીતે કામ કરી શકો છો,’ એમ અરબાઝે કહ્યું હતું.

તેની દરેક ફિલ્મમાં સલમાન જ કામ કરે એવી લોકોની અપેક્ષા તેને વિચિત્ર લાગે છે એમ કહી અભિનેતા તેમજ ફિલ્મસર્જકે ઉમેર્યું હતું કે, ‘આ અપેક્ષા મૂર્ખતાભરી છે એ મારો ભાઇ છે એનો અર્થ એવો નથી થતો કે મારી બધી જ ફિલ્મોમાં તેણે કામ કરવું જ જોઇએ તેના પરિવારે તેને બાંધી લીધો છે એમ નથી.’

આમ કહી પોતાની વાત આગળ વધારતા અરબાઝે કહ્યું હતું કે, ‘સલમાનનો દુરુપયોગ કરવાનો આ પાછળ ઇરાદો નથી જે ફિલ્મનો વિષય અને પાત્ર તેને લાયક નહોય તો મારે તેનો ગેરલાભ લેવો નથી ‘ભાઇ એક દ્રશ્ય માટે આવી જા,’ એમ તેને કહેવાની મારી ઇચ્છા નથી.’

આ દરમિયાન તાજેતરમાં સોનમ કપૂર સાથેની ફિલ્મ રિલીઝ કરનારા ૪૭ વર્ષના અરબાઝે તેની આગામી ફિલ્મના વિષયની શોધ શરૃ કરી દીધી છે. સ્ક્રિપ્ટસની પસંદગી કેવી રીતે કરે છે એ બાબતની સ્પષ્ટતા કરતા અરબાઝે કહ્યું હતું કે, ‘અમે તેમને જે ફિલ્મ આપીએ છીએ એમા દર્શકોને નવીનતા અને તાજગી લાગવી જોઇએ. વિષય રસ પ્રદ હોવો જોઇએ. પાત્રોની પસંદગી પણ યોગ્યા હોવી જરૃરી છે અને એક વાર દર્શકો પાત્રો સાથે તેમની જાતને સાંકળી શકે તો ફિલ્મ પણ સફળ થાય છે.’

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,327 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>