‘સરકાર ૩’ નું ટ્રેલર થયું રીલીઝ, અમિતાભની છે ઘાસૂ એક્ટિંગ

maxresdefault

નિર્દેશક રામગોપાલ વર્મા ની ફિલ્મ ‘સરકાર ૩’ ની ટીઝર રીલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, રોનિત રોય અને યામિ ગૌતમ લીડ રોલમાં છે. આ સ્ટાર્સ સિવાય મનોજ બાજપાઈ પણ લીડ રોલમાં છે પણ તેઓ નેગેટીવ રોલમાં છે.

‘સરકાર ૩’ ના ટ્રેલર રીલીઝ અંગે રામગોપાલ વર્મા એ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં જણાવ્યું હતું. સરકાર સીરીઝ ની બે ફિલ્મો ૨૦૦૫ માં ‘સરકાર’ અને ૨૦૦૮ માં ‘સરકાર રાજ’ ના નામે રૂપેરી પરદે રીલીઝ થઇ ચૂકેલ છે.

મનોજ બાજપાઈ ની જેમ જ આમાં જેકી શ્રોફ પણ ખલનાયક ના રોલમાં છે. ટ્રેલર રીલીઝ દરમિયાન નિર્દેશક રામગોપાલે જણાવ્યું કે તેમની આ ફિલ્મ આગલી ફિલ્મ કરતા ખુબ જ અલગ છે.

આમાં મેગાસ્ટાર અમિતાભ ની જોરદાર એક્ટિંગ છે. તેઓ પહેલી બંને ફિલ્મ કરતા આમાં વધારે ગુસ્સામાં જોવા મળ્યા છે. જોકે, અન્ય સ્ટાર્સની પણ દમદાર એક્ટિંગ છે.

ફિલ્મમાં યામિ ‘અન્નુ કરકરે’ નો રોલ કરી રહી છે, જે પોતાના પિતાની હત્યાનો બદલો સરકાર પાસેથી લે છે. ઉલ્લેખનીય છે યામિ સ્ટારર ફિલ્મ ‘સરકાર ૩’ ૭ એપ્રિલ ના રોજ રીલીઝ થશે. તો જુઓ ટ્રેલર….

Comments

comments


4,237 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 14